________________
પર
કુતર્કગ્રહનિવૃત્તિહાવિંશિકા/શ્લોક-૧૪ તે તે ન અપેક્ષાએ દેશનાના ભેદને કારણે જ સ્કૂલ બુદ્ધિવાળા લોકોને તેમના ભેદનું અભિમાન છે.
આશય એ છે કે પદાર્થને ક્ષણિક કહેનારા બુદ્ધ જુદા ધર્મપ્રણેતા છે, અને આત્માને નિત્ય કહેનારા કપિલ જુદા ધર્મપ્રણેતા છે, તેવી લોકમાં ભેદનો વ્યવહાર છે. વસ્તુતઃ સર્વજ્ઞએ જ અમુક જીવોને ઉદ્દેશીને ભોગની આસ્થા છોડાવવા માટે પર્યાયાસ્તિકનયનું અવલંબન લઈને સર્વ પદાર્થો ક્ષણિક છે, તેમ સ્થાપન કરેલ છે; અને પોતે સદા સ્થાયી નથી, પરંતુ મૃત્યુ સુધી જ સ્થાયી છે, તેવી બુદ્ધિવાળા જીવોને આત્મકલ્યાણમાં ઉત્સાહિત કરવા માટે સર્વજ્ઞએ જ દ્રવ્યાસ્તિકનયનું અવલંબન લઈને “આત્મા નિત્ય છે' તેમ સ્થાપન કરેલ છે. તેથી તે સર્વ પ્રકારની દેશનાના પ્રણેતા એક સર્વજ્ઞ છે. તે એક સર્વજ્ઞ વીર ભગવાન હોય કે ઋષભદેવ ભગવાન હોય તોપણ સર્વજ્ઞરૂપે એક છે, અને તેવી પ્રરૂપણા કરનારાઓને કોઈ બુદ્ધ કહે કે કોઈ કપિલ કહે તોપણ નામભેદથી અતિરિક્ત સર્વજ્ઞમાં કોઈ ભેદ નથી. આમ છતાં સ્કૂલ બુદ્ધિવાળા જીવોને દેશનાભેદને કારણે જ તેમના ભેદનું અભિમાન છેઃનિત્યવાદના પ્રણેતા સર્વજ્ઞ જુદા છે, અને ક્ષણિકવાદના પ્રણેતા સર્વજ્ઞ જુદા છે, તેવું અભિમાન છે, પરમાર્થથી તેઓમાં ભેદ નથી.
અહીં વિશેષ એ છે કે વર્તમાનમાં રહેલા વાદીઓએ કોઈએ વીર ભગવાનને પણ જોયા નથી કે ઋષભદેવ ભગવાનને પણ જોયા નથી, તેમ કપિલને પણ જોયા નથી કે બુદ્ધ ભગવાનને પણ જોયા નથી; પરંતુ તેમના વચનને અવલંબીને આ વચનને કહેનારા વીર ભગવાન છે કે ઋષભદેવ ભગવાન છે કે કપિલબુદ્ધાદિ ભગવાન છે તેમ કહે છે; અને તે સર્વ વચનો ઋષભદેવ ભગવાનથી પણ તેમ જ કહેવાયેલાં છે અને વીર ભગવાનથી પણ તેમ જ કહેવાયેલાં છે, તેથી તેમાં કોઈ ભેદ નથી. તે રીતે અન્ય દર્શનવાળા કપિલ-બુદ્ધાદિનાં પણ જે વચનો મોક્ષમાર્ગને બતાવનારાં છે, મોક્ષમાર્ગને પુષ્ટ કરે તેવી દ્રવ્યાસ્તિક નયની પ્રરૂપણા કરનારાં છે, અને મોક્ષમાર્ગને પુષ્ટ કરે તેવી પર્યાયાસ્તિક નયની પ્રરૂપણા કરનારાં છે, તે સર્વ વચનો પણ વીર ભગવાન કે ઋષભદેવ ભગવાનથી કહેવાયેલાં છે. આમ છતાં તે વીર ભગવાનને કોઈ બુદ્ધરૂપે સ્વીકારે તો કોઈ કપિલરૂપે સ્વીકારે તો તે નામમાત્રથી ભેદ છે; અને તે રીતે ભેદ કર્યા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org