________________
૩૭
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૦ ક્ષણિકવાદની સિદ્ધિ માટે જે પ્રમાણે વિકલ્પ કરે છે, તે પ્રમાણે વિકલ્પ કરનારને કોઈના વડે વારી શકાય નહીં.
અહીં ક્ષણિક વાદી કહે કે અગ્નિના સાંનિધ્યમાં પાણીના દાહકસ્વભાવપણામાં કલ્પનાનું ગૌરવ બાધક થાય. એથી કહે છે=એથી ગ્રંથકારશ્રી કહે છે –
ઉપપરિસિદ્ધ એવાયુક્તિસિદ્ધ એવા સ્વભાવના બાધનમાં કલ્પનાગૌરવાદિ સમર્થ નથી; કેમ કે હજાર કલ્પનાઓથી પણ સ્વભાવનું અવ્યથા કરવા માટે અશક્યપણું છે. આથી જ=હજારો કલ્પનાઓથી પણ સ્વભાવ અન્યથા થતો નથી આથી જ, કલ્પતાલાઘવથી પણ સ્વભાવાંતર કલ્પવો શક્ય નથી ઉપપરિસિદ્ધ સ્વભાવથી અન્ય સ્વભાવની કલ્પના કરવી શક્ય નથી, એ પ્રમાણે જાણવું.
અહીં પૂર્વપક્ષી ક્ષણિકવાદી કહે કે સ્વનો ભાવ અનાગંતુક અર્થાત્ અચના સાંનિધ્યથી થયેલો નહીં, પરંતુ વસ્તુનો વાસ્તવિક, નિયત કારણત્યાદિરૂપ ધર્મ જ સ્વભાવ છે, અને તે=સ્વભાવ, કલ્પનાલાઘવના જ્ઞાન વડે ગ્રહણ કરાય છે, અને અત્યથાગૃહીત સ્વભાવ=પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાના સ્વભાવરૂપ અવ્યથાગૃહીત સ્વભાવ, કલ્પનાગૌરવના જ્ઞાનથી ત્યાગ પણ કરાય છે, એમ જો તું કહેતા હો તો, ગ્રંથકાર કહે છે ન તારી વાત બરાબર નથી; કેમ કે ગોરવ હોતે છતે પણ=પાણી અગ્નિના સાંનિધ્યમાં બાળે છે તે પ્રકારના સ્વીકારમાં કલ્પનાગૌરવ હોવા છતાં પણ, અપ્રમાણિકપણાનું દુર્રહપણું છે.
“પાણી અગ્નિના સાંનિધ્યમાં બાળે છે' એ પ્રકારની કલ્પનામાં અપ્રામાણિકપણાનો નિર્ણય ન હોય, અને પૂર્વપક્ષીએ જેમ દષ્ટાંતના બળથી ક્ષણિકવાદનું સ્થાપન કર્યું. તેમ દષ્ટાત્તના બળથી પ્રતિવાદીએ પણ પાણીના બાળવાના સ્વભાવનું સ્થાપન કરે અને તે કલ્પનામાં અપ્રમાણિકપણાનો નિર્ણય ન થાય તો કલ્પનાગૌરવને કારણે પ્રતિવાદીના કથનનો ત્યાગ થઈ શકે નહીં તે બતાવવા કહે છે –
અને જો પૂર્વપક્ષીનું કથન પ્રામાણિક છે, તેમ નક્કી થાય, તો શું પ્રાપ્ત થાય ? તે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org