________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૦
૩૯ શકાય ? અર્થાત્ જો ક્ષણિકવાદી દૃષ્ટાંતના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કરી શકતો હોય તો પ્રતિવાદી દ્વારા લોહચુંબકના દૃષ્ટાંતના બળથી અગ્નિના સાંનિધ્યમાં પાણીનો બાળવાનો સ્વભાવ સ્થાપન કરાય તો ક્ષણિકવાદી તેનું નિરાકરણ કરી શકે નહીં.
અહીં ક્ષણિકવાદી કહે કે અગ્નિના સાંનિધ્યમાં પાણીનો દાહક સ્વભાવ સ્વીકારવામાં કલ્પનાગૌરવ બાધક છે.
આશય એ છે કે પાણીનો શૈત્યસ્વભાવ સ્વીકારવામાં કલ્પનાલાઘવ છે, અને પાણીનો અગ્નિના સાંનિધ્યમાં દાહક સ્વભાવ સ્વીકારવામાં કલ્પનાગૌરવ છે. માટે પાણીનો શૈત્ય સ્વભાવ સ્વીકારવો ઉચિત છે, પરંતુ પાણીનો દાહક સ્વભાવ સ્વીકારવો ઉચિત નથી. આમ કહીને ક્ષણિકવાદીને એ સ્થાપન કરવું છે કે પાણીના શૈત્ય સ્વભાવના દૃષ્ટાંતથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્વીકારવામાં કોઈ દોષ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
ઉપપત્તિસિદ્ધ સ્વભાવના બાંધનમાં કલ્પનાગૌરવ આદિ સમર્થ નથી; કેમ કે હજાર કલ્પનાથી પણ સ્વભાવનું પરિવર્તન થઈ શકે નહીં.
આશય એ છે કે જેમ ક્ષણિકવાદી પાણીના શૈત્ય સ્વભાવના દૃષ્ટાન્તના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કરી શકતો હોય, તો તેની જેમ લોહચુંબકના દૃષ્ટાંતના બળથી અગ્નિના સાંનિધ્યમાં પાણીનો બાળવાનો સ્વભાવ છે, તેમ પ્રતિવાદી સિદ્ધ કરી શકે; અને જો ક્ષણિકવાદીની જેમ દૃષ્ટાંતના બળથી પાણીનો બાળવાનો સ્વભાવ સિદ્ધ થાય તો કલ્પનાગૌરવાદિ સિદ્ધ થયેલા એવા તે સ્વભાવનું પરિવર્તન કરી શકે નહીં.
તેથી એ ફલિત થાય કે દૃષ્ટાંતના બળથી જેમ પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્વીકારી શકાય, તેમ દૃષ્ટાંતના બળથી પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ પણ સ્વીકારી શકાય, અને તેની પુષ્ટિ કરવા માટે ગ્રંથકાર કહે છે કે કલ્પનાના લાઘવથી પણ સ્વભાવાંતર કલ્પવો શક્ય નથી.
તાત્પર્ય એ છે કે અનંત આત્માઓને માનવાને બદલે એક આત્માને માનીએ તો કલ્પનાનું લાઇવ પ્રાપ્ત થાય, તોપણ કલ્પનાના લાઘવના બળથી આત્માના ઐક્યની કલ્પના થઈ શકે નહીં, કેમ કે દરેક આત્માને પ્રતીતિ પ્રત્યક્ષથી જુદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org