________________
૪૦.
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિશિકા/શ્લોક-૧૦ જુદી દેખાય છે. તેથી અનંત આત્માઓની કલ્પના કર્યા વગર તે પ્રતીતિ સંગત થાય નહીં. તેથી જેમ કલ્પનાલાઘવના બળથી અનંત આત્માઓનું ઐક્ય સ્વીકારી શકાય નહીં; તેમ દૃષ્ટાંતના બળથી ઉપપરિસિદ્ધ એવો પાણીનો દાહ સ્વભાવ છોડીને કલ્પનાના લાઘવના બળથી પાણીનો શૈત્ય સ્વભાવ સ્વીકારી શકાય નહીં.
અહીં પૂર્વપક્ષી કહે કે સ્વભાવ શબ્દનો અર્થ સ્વનો ભાવ, અને સ્વનો ભાવ એટલે અનાગંતુક ધર્મ, અને તે ધર્મ નિયત કારણત્વાદિરૂપ છે; આવો અર્થ કરીએ તો પાણીનો અગ્નિના સાંનિધ્યમાં દાહસ્વભાવ છે, તેમ સ્વીકારી શકાય નહીં.
આશય એ છે કે અન્યના બળથી આવતો ધર્મ આગંતુક ધર્મ છે. જેમ સ્ફટિકમાં જપાકુસુમના બળથી આવતી રક્તતા આગંતુક ધર્મ છે, અને તે આગંતુક ધર્મ સ્ફટિકનો સ્વભાવ નથી, પરંતુ અનાગંતુક ધર્મ અર્થાતુ અન્યના સાંનિધ્ય વગર થયેલો ધર્મ સ્વભાવ છે, એમ કહી શકાય. તેમ પાણીનો અગ્નિના સાંનિધ્યથી થનારો બાળવાનો સ્વભાવ અનાગંતુક ધર્મ નથી, પરંતુ અગ્નિના સાંનિધ્યથી આવનારો આગંતુક ધર્મ છે. માટે તેને સ્વભાવ કહી શકાય નહીં, અને પાણીમાં વર્તતો શૈત્ય-સ્વભાવ આગંતુક ધર્મ નથી, પણ પાણીમાં સ્વાભાવિક રહેનારો ધર્મ છે. માટે પાણીમાં શૈત્ય સ્વભાવ સ્વીકારવો ઉચિત ગણાય, પરંતુ અગ્નિના સાંનિધ્યમાં દાહ સ્વભાવ સ્વીકારવો ઉચિત ગણાય નહીં. આમ કહીને ક્ષણિકવાદીને એ સ્થાપન કરવું છે કે પાણીના શૈત્યસ્વભાવના દૃષ્ટાંતના બળથી અમે પદાર્થનો ક્ષણિક સ્વભાવ બતાવીએ છીએ તે દોષરૂપ નથી. ક્ષણિકવાદીના આ કથન દ્વારા ગ્રંથકારે પૂર્વમાં કહેલ કે પાણીના દૃષ્ટાંતના બળથી જો પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્વીકારવામાં આવે તો પ્રતિવાદી લોહચુંબકના દૃષ્ટાંતના બળથી અગ્નિના સાંનિધ્યમાં પાણીના બાળવાના સ્વભાવની આપત્તિ આપશે, તો ક્ષણિકવાદી ઉત્તર આપી શકશે નહીં, તે પ્રશ્નનું નિરાકરણ થાય છે, કેમ કે ક્ષણિકવાદી બતાવે છે કે પાણીનો શૈત્ય સ્વભાવ અનાગંતુક ધર્મ છે, માટે તેને પાણીનો સ્વભાવ સ્વીકારી શકાય; પરંતુ પાણીનો અગ્નિના સાંનિધ્યમાં દાહ સ્વભાવ તે આગંતુક ધર્મ છે, માટે તેને પાણીનો સ્વભાવ સ્વીકારી શકાય નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org