________________
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા/શ્લોક-૧૩
૪૭ અસમર્થપણું છે. તે કહેવાયું છે=જે શ્લોકમાં કહ્યું તે “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્લોક-૯૯માં કહેવાયું છે –
ચંદ્ર, સૂર્યના ઉપરાગાદિને કહેનારા સંવાદિ આગમનું દર્શન હોવાથી ત:=તેનાથી= આગમથી, તેની ઉપલબ્ધિ હોવાને કારણે=અતીન્દ્રિય અર્થની પ્રાપ્તિ હોવાને કારણે, વળી આગમનો જ ગોચર છે=અતીન્દ્રિય અર્થ આગમનો જ વિષય છે.” (યો.દ.સ. શ્લોક-૯૯) તત: અતીન્દ્રિય અર્થની સિદ્ધિમાં શાસ્ત્રનો જ અવકાશ છે, તે કારણથી, કુતર્કના અગ્રહથી અહીં શાસ્ત્રમાં, શ્રદ્ધાવાળો, શીલવાળો પરદ્રોહવિરતિવાળો, યોગવાળો–સદા યોગમાં તત્પર, તત્વવિદ્ધમદિ અતીન્દ્રિય અર્થને જોનારો, થાય છે. ૧૩
નોંધ:- “યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથની શ્લોક-૧૦૮ની ટીકા મુજબ ‘પદ્રોવિરતિ' શબ્દના સ્થાને પરદ્રોહવિરતિમાનું એ પાઠ હોવો જોઈએ. ભાવાર્થ - શાસ્ત્રથી અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ -
અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે શાસ્ત્રનો જ અવકાશ છે, શુષ્ક તર્કનો નહીં', એમ કહ્યું. તેનાથી એ કહેવું છે કે અતીન્દ્રિય પદાર્થો શાસ્ત્ર જે કહેતાં હોય તે શાસ્ત્રવચનનું સ્થાપન કરવા માટે દૃષ્ટાંત આપવામાં આવે, અને તે દૃષ્ટાંતના બળથી શાસ્ત્રીય પદાર્થો સ્થાપન કરવામાં આવે, તો તે પ્રમાણભૂત છે; અને તેના બદલે સ્વમતિમાં ઊઠેલ પદાર્થને દૃષ્ટાંતથી સ્થાપન કરવામાં આવે તો તે કુતર્કરૂપ બને છે; અને તેનાથી અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ થતી નથી. જેમ શાસ્ત્રકારોએ કહ્યું કે અનાદિકાળથી આત્માનો કર્મની સાથે સંબંધ છે, અને તે કર્મનો વિયોગ પણ થઈ શકે છે, અને તેમાં દૃષ્ટાંત આપ્યું કે અનાદિકાળથી સુવર્ણ અશુદ્ધ છે, છતાં શુદ્ધિની પ્રક્રિયાથી શુદ્ધ થઈ શકે છે. તેથી શાસ્ત્રમાં સ્વીકારાયેલા પદાર્થોને દૃષ્ટાંતથી સ્થાપન કરવા તે યુક્તિયુક્ત છે; કેમ કે સર્વજ્ઞએ જોયેલા પદાર્થો શાસ્ત્રમાં કહેવાયા છે, અને સર્વજ્ઞ કેવળજ્ઞાનમાં જુએ છે કે સાધના કરીને જીવ કર્મથી મુક્ત થઈ શકે છે; અને આત્મા સાધના કરીને કર્મથી મુક્ત થાય છે, એ પ્રમાણે કેવળજ્ઞાનીએ જોયેલા પદાર્થને લોકપ્રતીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org