________________
૪૪
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/બ્લોક-૧૧-૧૨ થાય છે અથવા સ્વપ્નમાં પદાર્થોનું જ્ઞાન થાય છે, તે દષ્ટાંત લઈને સ્થાપન કરે છે કે જગતમાં બે ચંદ્ર નથી છતાં બે ચંદ્રનું જ્ઞાન થાય છે, તેની જેમ જ્ઞાનના વિષયભૂત પદાર્થ વગર પણ જ્ઞાન થઈ શકે છે; તેથી બાહ્ય પદાર્થો જગતમાં નથી, છતાં જ્ઞાન થઈ શકે છે. માટે જ્ઞાનથી અતિરિક્ત જગતમાં કોઈ વસ્તુ નથી, તે પ્રમાણે સ્વીકારીને જ્ઞાનાદ્વૈતનું સ્થાપન કરે છે. વળી તેની પુષ્ટિ માટે બીજું પણ દૃષ્ટાંત આપે છે કે સ્વપ્નમાં હાથી-ઘોડા દેખાય છે તોપણ પરમાર્થથી ત્યાં હાથી-ઘોડા નથી. તેથી પણ ફલિત થાય છે કે પદાર્થ વગર જ્ઞાન થઈ શકે છે. માટે જગતના જીવોને જ્ઞાનની પ્રતીતિ છે તે સાચી છે, પરંતુ જ્ઞાનના વિષયભૂત પદાર્થો નથી. આ રીતે દૃષ્ટાંતના બળથી જ્ઞાનથી અતિરિક્ત જગતમાં કોઈ પદાર્થ નથી, તેમ જ્ઞાનાતવાદી બૌદ્ધ કહે છે, તે કુતર્ક છે.
વસ્તુતઃ સર્વજ્ઞએ સંસારના મોતના ત્યાગ અર્થે ન વિશેષનું આલંબન લઈને આ સંસાર સ્વપ્ન જેવો છે, તેમ સ્થાપન કર્યું છે, અને તેમના વચનને અવલંબીને ઊઠેલા એકાંતવાદીઓ સ્વદર્શનની રુચિના બળથી વિચન્દ્રાદિના દૃષ્ટાંતને લઈને જ્ઞાનના વિષયભૂત પદાર્થો એકાંતે નથી, તેમ સ્થાપન કરે છે. માટે દૃષ્ટાંતના બળથી જેમ ક્ષણિકવાદીએ પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કર્યો તે કુતર્ક છે, તેમ દૃષ્ટાંતના બળથી સર્વ જ્ઞાનોને નિરાલંબન સ્થાપન કરવાં તે પણ કુતર્ક છે. I૧૧II અવતારણિકા :
શ્લોક-૬ થી કુતર્કનું સ્વરૂપ બતાવવાનો પ્રારંભ કર્યો હતો. હવે તે કથનનું નિગમન કરતાં કહે છે – શ્લોક :
तत्कुतर्केण पर्याप्तमसमञ्जसकारिणा ।
अतीन्द्रियार्थसिद्ध्यर्थं नावकाशोऽस्य कुत्रचित् ।।१२।। અન્વયાર્થ:
ત—તે કારણથી પૂર્વમાં બતાવ્યું તેવો અસંબદ્ધ પ્રલાપ કરનાર કુતર્ક છે તે કારણથી, સમગ્ગારિVT jતા =અસમંજસકારી એવા કુતર્ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org