________________
૪૨
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૧૦-૧૧ આશય એ છે કે અગ્નિના સાંનિધ્યમાં પાણીના દાહસ્વભાવને સ્વીકારવામાં ગૌરવપણું હોવા છતાં આ પ્રકારની કલ્પના અપ્રામાણિક છે તેવું કહી શકાય નહીં, કેમ કે જો દૃષ્ટાંતના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સિદ્ધ કરી શકાય અને તે પ્રામાણિક છે તેમ સ્વીકારાય, તો લોહચુંબકના દૃષ્ટાંતના બળથી અગ્નિના સાંનિધ્યમાં પાણીનો દાહસ્વભાવ છે, તે અપ્રમાણિક છે, તેમ કહી શકાય નહીં. ફક્ત ગૌરવદોષ છે એટલા માત્રથી તે અપ્રમાણિક છે તેમ સિદ્ધ થાય નહીં, પરંતુ જો તે સ્વભાવ પ્રામાણિક હોય તો તે સ્વભાવ સ્વીકારવામાં ગૌરવદિ આવતાં હોય તોપણ દોષ નથી. જેમ એક આત્માને સ્વીકારવાને બદલે અનંત આત્માઓને સ્વીકારવામાં ગૌરવદોષની પ્રાપ્તિ છે, તોપણ અનંત આત્માઓ છે, તે પ્રામાણિક પ્રતીતિ છે. તેથી પ્રામાણિક પ્રતીતિવાળા પદાર્થમાં ગૌરવાદિ દોષ આવતા હોય તોપણ તે દોષરૂપ નથી; તેમ દૃષ્ટાંતના બળથી પાણીનો અગ્નિના સાંનિધ્યમાં દાહ સ્વભાવ પ્રામાણિક રીતે સિદ્ધ થઈ શકતો હોય તો ગૌરવદોષમાત્રથી તે સ્વભાવ પાણીનો નથી, તેમ સ્થાપન કરી શકાય નહીં. II૧ol અવતરણિકા :
શ્લોક-૩માં કહેલ કે મુક્તિને ઇચ્છનારાઓએ કુતર્કમાં અભિનિવેશ કરવો જોઈએ નહીં. ત્યારપછી શ્લોક-૬માં કુતર્ક કેવો છે ? તે બતાવ્યું. ત્યારપછી ક્ષણિકવાદી કઈ રીતે કુતર્ક કરીને પદાર્થને ક્ષણિક સ્થાપન કરે છે, તે શ્લોક-૮માં બતાવ્યું, અને ક્ષણિકવાદીનું ક્ષણિક પદાર્થ સ્થાપન કરવાનું કથન કુતર્કરૂપ કેમ છે? તેની સિદ્ધિ શ્લોક-૯-૧૦ થી કરી. તેથી એ ફલિત થયું કે પાણીના દષ્ટાંતના બળથી ક્ષણિકવાદી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કરે છે, તે કુતર્ક છે. હવે બૌદ્ધ દર્શનના અન્ય વાદીઓ દૃષ્ટાંતના બળથી જ્ઞાનના વિષયભૂત પદાર્થ નથી, તેમ સ્થાપન કરે છે, તે પણ કુતર્ક છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક –
द्विचन्द्रस्वप्नविज्ञाननिदर्शनबलोत्थितः । धियां निरालम्बनतां कुतर्क: साधयत्यपि ।।११।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org