________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦
૪૧
વળી જે સ્વભાવ હોય તે નિયત કારણત્વાદિરૂપ હોય એમ કહ્યું. તેનો આશય એ છે કે પાણીમાં શીતળતાના અનુભવનો સ્વભાવ સદા છે. તેથી શીતળતાના અનુભવનું કારણપણું શૈત્ય સ્વભાવમાં છે, અને તે સદા નિયત છે; અને પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ સ્વીકારીએ તો તેની જેમ અન્ય કોઈ પદાર્થના સાંનિધ્યમાં પાણીનો અન્ય સ્વભાવ પણ પ્રાપ્ત થાય. તેથી પાણીનો સ્વભાવ નિયતકારણત્વાદિરૂપ ન થાય, પરંતુ અગ્નિના સાંનિધ્યમાં બાળવાના સ્વભાવરૂપ થાય, અને અગ્નિના સાંનિધ્ય વગર શીત સ્વભાવરૂપ થાય, અને અન્ય કોઈના સાંનિધ્યમાં અન્ય સ્વભાવરૂપ થાય. તેથી જે નિયત કારણત્વાદિરૂપ ધર્મ હોય તે જ સ્વભાવ શબ્દથી ગ્રહણ થાય. આ પ્રકારનો ક્ષણિકવાદીનો આશય છે, અને તેની પુષ્ટિ કરવા માટે તે કહે છે કે આવો સ્વભાવ કલ્પનાલાધવના જ્ઞાનથી ગ્રહણ થાય છે, અને અન્યથા ગ્રહણ થયેલો હોય તો કલ્પનાના ગૌરવના જ્ઞાનથી ત્યાગ પણ કરાય છે.
આશય એ છે કે પાણીનો શૈત્યસ્વભાવ છે, તેમ સ્વીકારવામાં કલ્પનાલાધવ છે, અને પાણીનો અગ્નિના સાંનિધ્યમાં દાહસ્વભાવ છે, તેમ સ્વીકારવામાં કલ્પનાગૌરવ છે, અને કલ્પનાલાઘવજ્ઞાનના બળથી અનાગંતુક ધર્મ સ્વભાવરૂપ છે, એમ ગ્રહણ થાય છે; અને ક્યારેક પાણી અગ્નિના સાંનિધ્યમાં બાળે છે એવું અન્યથા ગ્રહણ થયેલું હોય, અને પછી ખ્યાલ આવે કે આ રીતે સ્વીકારવામાં કલ્પનાગૌરવ થાય છે, ત્યારે તે સ્વભાવનો ત્યાગ થાય છે, અને કલ્પનાલાઘવજ્ઞાનથી જે સ્વભાવ સિદ્ધ થતો હોય તે સ્વભાવ સ્વીકારાય છે.
આ રીતે ક્ષણિકવાદીએ યુક્તિ આપી સ્થાપન કર્યું કે પોતે પાણીના શૈત્ય સ્વભાવના દૃષ્ટાંતના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સિદ્ધ કરે, તેની સામે કોઈ પ્રતિવાદી દૃષ્ટાંતના બળથી પાણીનો દાહસ્વભાવ સ્થાપન કરી પદાર્થના ક્ષણિક સ્વભાવને અન્યથા સિદ્ધ કરી શકે નહીં. તેથી પોતે દૃષ્ટાંતના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કરે છે, તે યુક્તિયુક્ત છે. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે ‘આ તારી વાત બરાબર નથી'; કેમ કે ગૌરવમાં પણ અપ્રામાણિકત્વનું દુગ્રહપણું છે અને પ્રામાણિક ગૌરવાદિનું અર્દોષપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org