________________
રૂપ
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાäિશિકા/ગ્લો-૮-૯-૧૦ કરનારું દેખાય છે, પણ લોખંડને કાપનારું દેખાતું નથી. આ પ્રકારનો લોહચુંબકનો સ્વભાવ દેખાય છે, તેમ પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે, તેમ દૃષ્ટાંતના બળથી કહી શકાય.
જેમ ક્ષણિકવાદીએ પાણીના ભીંજવવાના સ્વભાવનું દૃષ્ટાંત લઈને પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે, તેમ સ્થાપન કર્યું. તેની જેમ પ્રતિવાદી પણ લોહચુંબકના દૃષ્ટાંતથી પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે ઇત્યાદિ સ્થાપન કરે તો તે પ્રતિવાદીને ક્ષણિકવાદી કોઈ રીતે યુક્તિથી સમજાવી શકે નહીં, પરંતુ કહે કે “હું સોગંદપૂર્વક કહું છું કે પાણીનો ભીંજવવાનો સ્વભાવ છે, પણ બાળવાનો સ્વભાવ નથી. અને જો પ્રતિવાદીને ક્ષણિકવાદી પ્રત્યે વિશ્વાસ હોય તો ક્ષણિકવાદીના સોગંદના બળથી ક્ષણિકવાદીનું વચન સ્વીકારી શકે; પરંતુ ક્ષણિકવાદી દૃષ્ટાંતના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કરે છે, તેથી ક્ષણિકવાદી પ્રતિવાદી વડે દૃષ્ટાંતના બળથી સ્વીકારેલા સ્વભાવની કલ્પનાનું નિરાકરણ ક્યારેય કરી શકે નહીં. l૮-લા અવતરણિકા :
શ્લોક-૮-૯થી સ્થાપન કર્યું કે ક્ષણિકવાદી પાણીના ભીંજવવાના સ્વભાવના દષ્ટાંતના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે' તેમ સ્થાપત કરે, તો પ્રતિવાદી અન્ય દષ્ટાંત દ્વારા પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ સ્થાપન કરે', ત્યારે ક્ષણિકવાદી તેનો ઉત્તર આપી શકે તેમ નથી. આ કથનથી શું ફલિત થાય છે ? તે બતાવે છે – શ્લોક :
दृष्टान्तमात्रसौलभ्यात्तदयं केन बाध्यताम् ।
स्वभावबाधने नालं कल्पनागौरवादिकम् ।।१०।। અન્વયાર્થ:' ત—તસ્મા–તે કારણથી શ્લોક-૮-૯માં બતાવ્યું તે પ્રમાણે ક્ષણિકવાદીની સામે પ્રતિવાદી પાણીના બાળવાના સ્વભાવની કલ્પના કરી શકે છે તે કારણથી, દૃષ્ટાન્તમાત્રસૌત્નમ્યા–દષ્ટાંતમાત્રનું સુલભપણું હોવાને કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org