________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૮-૯
૨૯ અહીં પ્રશ્ન થાય કે પાણી વિપ્રકૃષ્ટ=અતિ દૂર પણ ન હોય અને અતિ નજીક પણ ન હોય, અને અગ્નિ પાસે રહેલો હોય અને અગ્નિમાં હાથ નાંખવાથી દાહ થતો હોય, તેવા સમયે પ્રતિવાદી કહે કે “અગ્નિ બાળતો નથી, પરંતુ વિપ્રકૃષ્ટ રહેલું પાણી બાળે છે' તો વાદી દ્વારા તે કેમ સ્વીકારી શકાય ? તેથી પ્રતિવાદી પોતાના કથનની પુષ્ટિ માટે દૃષ્ટાંત આપે છે –
વિપ્રવૃષ્ટડળયાને ... પ્રણોનવત્વી, દૂર રહેલું પણ લોહચુંબક સ્વાર્થશક્તિથી લોઢાને આકર્ષણ કરવાની શક્તિથી, કાર્ય કરતું હોવાને કારણે વિપ્રકર્ષમાત્રનું અપ્રયોજકપણું છે=અગ્નિના સાંનિધ્યમાં પાણી બાળવાના સ્વભાવવાળું છે, તેમ સ્વીકારવામાં, પાણીના વિપ્રકર્ષમાત્રનું ફળના વિઘટનમાં દાહસ્વભાવરૂપ કાર્ય કરવાના વિઘટનમાં, અપ્રયોજકપણું છે. ભાવાર્થ :
અહીં ક્ષણિકવાદી મતવાળા સ્વદર્શનને આશ્રયીને કઈ રીતે કુતર્ક કરે છે ? અને કઈ રીતે પોતાનો એકાંત ક્ષણિકવાદ સ્થાપન કરે છે ? તે બતાવવા અર્થે કહે છે --
ક્ષણિકવાદી “પદાર્થ એકાંત ક્ષણિક છે' તેમ સ્થાપન કરવા માટે અનેક યુક્તિઓ આપે છે, અને તેમાં દીપકલિકાનું દૃષ્ટાંત પણ આપે છે; અને પ્રતિવાદી દ્વારા તે સર્વમાં જ્યારે દોષોનું ઉદ્દભાવન કરવામાં આવે, અને ક્ષણિકવાદી કોઈ રીતે પ્રતિવાદી દ્વારા ઉભાવન કરાયેલા દોષોનું નિરાકરણ ન કરી શકે, ત્યારે ક્ષણિકવાદી પોતાનું અંતિમ સાધન ‘તે પદાર્થનો તેવો સ્વભાવ છે એ કથનને આગળ કરીને પ્રતિવાદીને જવાબ આપે છે; અને વીવીપર્થનુયોર્ચસ્વી' અર્થાત્ “પદાર્થનો આવો સ્વભાવ કેમ છે ? તે પૂછી શકાય નહીં.” આવા પ્રકારનો સ્વભાવરૂપ જવાબ છે અંતમાં જેને એવો ક્ષણિકવાદીનો કુતર્ક છે; કેમ કે ક્ષણિકવાદની સિદ્ધિમાં “વસ્તુનો એ સ્વભાવ છે” એમ વસ્તુના સ્વભાવથી જવાબ કહેવો જોઈએ એ પ્રકારનું ક્ષણિકવાદનું વચન છે. , આશય એ છે કે ક્ષણિકવાદી પોતાની માન્યતાને સ્થાપન કરવા માટે કહે કે “પાણી શીતતાનો અનુભવ કરાવે છે, તે કાર્ય ઉપરથી પાણીનો શીત સ્વભાવ નક્કી થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org