________________
૨૮
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ शक्तेविप्रकर्षमात्रस्याप्रयोजकत्वात् किमुत्तरं? अन्यथावादिनः, स्वभावस्यापर्यनुयोज्यत्वाद्विशेषस्याविनिगमात् । ટીકાર્ચ -
કપ શેત્યસ્વભાવ ..... વિનિમાત્ પાણીનું શૈત્યસ્વભાવપણું કહેનારા વાદી પ્રત્યે="પાણીનો સ્વભાવ શીત છે” એવું કહેનારા વાદી પ્રત્યે, કોઈ અલ્ય પ્રતિવાદી દ્વારા અગ્નિના સાંનિધ્યમાં પાણીનું બાળવાનું સ્વભાવપણું બતાવ્યું છતે, અન્યથાવાદી=પાણીનો બાળવાનો સ્વભાવ સ્વીકારનારા પ્રતિવાદીને, શું ઉત્તર છે ?-પાણીનો શીત સ્વભાવ સ્વીકારનાર વાદીનો પાણીનો દાહક સ્વભાવ સ્વીકારનાર વાદીને શું જવાબ છે ?=કોઈ જવાબ નથી; કેમ કે સ્વભાવનું અપર્યાયોજયપણું છે આવો સ્વભાવ કેમ છે? તે પૂછી શકાય તેમ નથી અર્થાત્ પદાર્થને ક્ષણિક માનસાર સ્વભાવવાદી પાણીનો શૈત્યસ્વભાવ સ્વીકારવા માટે “સ્વભાવવાદનો આશ્રય લે છે, તેની સામે અગ્નિના સાંનિધ્યમાં પાણીનો બાળવાનો સ્વભાવ સ્વીકારનાર પ્રતિવાદી પણ “સ્વભાવનો' આશ્રય લે છે. તેથી અગ્નિના સાંનિધ્યમાં પાણીનો દાહક સ્વભાવ કેમ સ્વીકારી શકાય ? તેવો પ્રશ્ન પાણીનો શૈત્યસ્વભાવ સ્વીકારનાર વાદી પ્રતિવાદીને કરી શકે નહીં.
અહીં કોઈ કહે કે પાણીનો શૈત્ય સ્વભાવ અનુભવસિદ્ધ છે. તેથી અગ્નિના સાંનિધ્યમાં પાણીનો બાળવાનો સ્વભાવ છે, તેમ સ્વીકારી શકાય નહીં. તેના નિરાકરણ માટે કહે છે –
વિશેષસ્થાનિામ=વિશેષતો અવિનિગમ છે=પાણીનો શૈત્ય સ્વભાવ છે ? કે અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે ? એ રૂપ વિશેષનો અતિર્ણય છે.
અધ્યક્ષવિરોધપરિદાર અહીં પ્રશ્ન થાય કે પાણીનો શીત સ્વભાવ પ્રતીત છે, આમ છતાં “પાણી દાહક સ્વભાવવાળું છે', એમ કહીએ તો પ્રત્યક્ષ વિરોધ થાય. તે પ્રત્યક્ષ વિરોધના પરિવાર અર્થે પ્રતિવાદીએ ‘અગ્નિના સાંનિધ્યમાં પાણીનો દાહ સ્વભાવ છે એમ કહેલ છે. તેથી પ્રત્યક્ષ વિરોધનો પરિહાર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org