________________
૩૦
કુતર્કગ્રહનિવૃત્તિહાવિંશિકા/શ્લોક-૮-૯ તેથી એ ફલિત થાય કે જેમ પાણી શીત સ્વભાવવાળું છે, માટે શૈત્યની પ્રતીતિરૂપ કાર્ય થાય છે; તેમ પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે, માટે અર્થક્રિયારૂપ કાર્ય થાય છે, અને જેમ બીજ ઉત્તર ક્ષણમાં અંકૂરરૂપ અર્થક્રિયાને કરે છે, તેથી નક્કી થાય છે કે પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે; અને પદાર્થનો ક્ષણિક સ્વભાવ કેમ છે ? તે પ્રશ્ન થઈ શકે નહીં, કેમ કે પાણીનો શીત સ્વભાવ કેમ છે ? તે પ્રશ્ન થઈ શકે નહીં, પરંતુ પાણીનો શીત સ્વભાવ છે, માટે પાણીથી શૈત્યના અનુભવરૂપ કાર્ય થાય છે, તેમ પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે, માટે પદાર્થ અર્થક્રિયા કરે છે. આ પ્રકારનો કુતર્ક ક્ષણિકવાદી કરે છે.
ગ્રંથકારશ્રી આવો કુતર્ક કરનાર ક્ષણિકવાદીને કહે છે કે “પરમાર્થથી સ્વભાવમાં છબસ્થજ્ઞાનગમ્યપણું નથી'; કેમ કે એક વાદી દ્વારા અન્યથારૂપે સ્વીકારાયેલ સ્વભાવની અન્ય વાદી દ્વારા અન્યથા કલ્પના કરાય છે.
આશય એ છે કે પદાર્થમાં ક્ષણિક સ્વભાવ રહેલો છે માટે અર્થક્રિયા કરે છે ? કે પદાર્થનો અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે માટે અર્થક્રિયા કરે છે ? તેનો નિર્ણય છગસ્થ કરી શકતા નથી. તેથી એ ફલિત થાય કે પરમાર્થથી પદાર્થમાં રહેલો સ્વભાવ છબસ્થના જ્ઞાનનો વિષય નથી, કેમ કે એક વાદી એક રૂપે સ્વભાવને સ્વીકારે, તો અન્ય વાદી અન્ય રૂપે સ્વભાવને સ્વીકારી શકે છે. તેથી અર્થથી એ ફલિત થાય કે સ્વભાવ છદ્મસ્થનો વિષય નથી.
હવે એક વાદીનો અન્યથા રૂપે સ્વીકૃત સ્વભાવ અન્ય વાદી દ્વારા અન્ય રૂપે કઈ રીતે કલ્પના કરાય છે ? તે સ્પષ્ટ કરવા માટે શ્લોક-૯માં કહે છે --
જેમ ક્ષણિકવાદીએ પાણીના શૈત્ય સ્વભાવને ગ્રહણ કરીને શૈત્યની પ્રતીતિરૂ૫ કાર્ય બતાવ્યું, અને પાણીના દૃષ્ટાંતના બળથી સ્થાપન કર્યું કે પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે, માટે પદાર્થમાં અર્થક્રિયારૂપ કાર્ય થાય છે.
તેને ગ્રંથકારશ્રી કહે છે કે પાણીનો શીતળ સ્વભાવ સ્વીકારનાર વાદી પ્રત્યે કોઈ પ્રતિવાદી કહે કે “અગ્નિના સાંનિધ્યમાં પાણીનો બાળવાનો સ્વભાવ છે'; ત્યારે પાણીના શીતળ સ્વભાવનું દૃષ્ટાંત લઈને ક્ષણિકવાદી પદાર્થને ક્ષણિક સિદ્ધ કરતો હોય તો, પ્રતિવાદી દ્વારા કલ્પાયેલા પાણીના દાહક સ્વભાવનું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org