________________
૧૯
મા
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિશિકા/શ્લોક
(૩) (i) શાસ્ત્રસંમત વિકલ્પકલ્પનાશિલ્પ અવિદ્યાનિર્મિત નથી. તે આ પ્રમાણે –
અનાદિકાળથી જીવ કર્મ સાથે બંધાયેલો છે, છતાં સાધના કરીને કર્મથી મુક્ત થઈ શકે છે. જેમ અનાદિકાળથી સુવર્ણ મલયુક્ત છે, છતાં શોધનની પ્રક્રિયાથી શુદ્ધ થઈ શકે છે. ત્યાં પણ યર્ તત્ નું યોજન છે. તે આ રીતે :
જેમ અનાદિકાળથી અશુદ્ધ પણ સુવર્ણ શુદ્ધ થઈ શકે છે, તેમ અનાદિથી અશુદ્ધ એવો પણ આત્મા શુદ્ધ થઈ શકે છે. આવા પ્રકારનું યોજન થર્ તત્ નું યોજન સ્વમતિથી કરાયેલું નથી, પરંતુ સર્વજ્ઞકથિત શાસ્ત્રવચનથી કરાયેલું છે. તેથી તે યોજન અવિઘાનિર્મિત નથી. માટે આવી વિકલ્પકલ્પના ઉપર જે વિચારણા કરવામાં આવે તે સુતરૂપ છે.
(૩) (ii) હવે શાસ્ત્રનિરપેક્ષ સ્વમતિ પ્રમાણે વિકલ્પકલ્પના કરવામાં આવે તે કુતર્કરૂપ છે. તે આ રીતે –
જેમ ક્ષણિકવાદી કહે છે કે “આત્મા આદિ પદાર્થો એકાંત ક્ષણિક છે અને તેને સ્થાપન કરવા માટે તેઓ યુક્તિ આપે છે કે જેમ પાણીનો સ્વભાવ ભીંજવવાનો છે, તેથી તે ભીંજવવાનું કાર્ય કરે છે, તેમ પદાર્થોનો સ્વભાવ ક્ષણિક છે માટે અર્થક્રિયા કરે છે. આ પ્રકારની તેના વિકલ્પની કલ્પના શાસ્ત્રનિરપેક્ષ છે, માટે કુતર્કરૂપ છે, જે સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવવાના છે.
કુતર્ક કઈ રીતે ઊઠે છે ? તે બતાવવા માટે ટીકામાં કહ્યું કે જ્ઞાનાવરણીયવિવર્મસમ્પર્વનનિત' વિકલ્પકલ્પનાશિલ્પ છે અર્થાત્ તર્ક કરવાની શક્તિરૂપ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી અને તત્ત્વને જોવામાં બાધક એવા જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અને સ્વદર્શનના રાગરૂપ દર્શનમોહનીયકર્મના ઉદયથી કુતર્ક ઊઠે છે.
જેઓ વ્યવહારાનુસારી, અનુભવાનુસારી અને શાસ્ત્રાનુસારી પ્રામાણિક વિકલ્પની કલ્પના કરે છે, તે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમજન્ય અને માર્ગાનુસારી બુદ્ધિજન્ય છે. ' વળી જેઓ પ્રામાણિક વ્યવહારને બાધ કરે, પ્રામાણિક અનુભવને બાધ કરે અને શાસ્ત્રને ન અનુસરે તેવા વિકલ્પની કલ્પના કરે છે, તે વિકલ્પો જ્ઞાનાવરણીયકર્મ નિર્મિત અને દર્શનમોહનીયકર્મ નિર્મિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org