________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૬
૧૭
માંસ ખવાય નહીં, તેમ ગાયનું દૂધ પિવાય નહીં.’ આ પ્રકારના યક્ તવ્ યોજન સ્વરૂપ કુતર્ક છે, જે પ્રામાણિક વ્યવહારનો બાધક છે; કેમ કે પ્રામાણિક વ્યવહાર પ્રમાણે ગાયનું માંસ ખવાતું નથી, તોપણ પ્રામાણિક વ્યવહાર પ્રમાણે ગાયનું દૂધ પીવાનું નિષિદ્ધ નથી. આમ છતાં અવિચારક જીવો સ્વમતિ પ્રમાણે કોઈક દૃષ્ટાંત લઈને પોતાને અભિમત પદાર્થની સિદ્ધિ કુતર્ક દ્વારા કરે છે. જેમ કોઈને ગાયનું દૂધ શાકાહાર તરીકે ઇષ્ટ નથી. તેઓ વિકલ્પ કરે છે કે જેમ ગાયના શરીરમાંથી નીકળેલું માંસ તે ગાયનું અંગ છે માટે ખવાય નહીં, તેમ ગાયના શરીરમાંથી નીકળેલું દૂધ પણ ગાયનું અંગ છે માટે પિવાય નહીં,’
આ કથનમાં વિકલ્પો બે પ્રકારના છે : (૧) શબ્દવિકલ્પ, (૨) અર્થવિકલ્પ. જેમ પ્રસ્તુત કથનમાં કહ્યું કે ‘ગાયનું માંસ ગાયનું અંગ હોવાથી ખવાય નહીં’ તે શબ્દવિકલ્પરૂપ છે, અને તેની જેમ ‘ગાયના શરીરમાંથી નીકળતું દૂધ પિવાય નહીં' તે અર્થવિકલ્પરૂપ છે; અને આ રીતે શબ્દવિકલ્પ અને અર્થવિકલ્પની કલ્પનારૂપ શિલ્પ પ્રાયઃ ક૨ીને અવિદ્યાથી નિર્મિત હોય છે.
અહીં પ્રાયઃ કહેવાથી એ પ્રાપ્ત થાય કે ક્યારેક વિદ્યાનિર્મિત પણ વિકલ્પકલ્પનાશિલ્પ હોય છે, જે કુતર્કરૂપ નથી, અને વિદ્યાનિર્મિત વિકલ્પ યોજનામય સુતર્ક છે; પરંતુ જે અવિદ્યાવિનિર્મિત વિકલ્પકલ્પનાશિલ્પ છે, તેની યોજનમય આ કુતર્ક છે.
વળી ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં શ્લોક-૯૧માં બઠરના દૃષ્ટાંતથી દૃષ્ટ પદાર્થમાં અનુભવને બાધ ક૨ના૨ યક્ તવ્ ના યોજનાત્મક વિકલ્પ બતાવેલ છે. તેમજ શ્લોક-૯૨માં અતીન્દ્રિય પદાર્થમાં યર્ ર્ ના યોજનાત્મક વિકલ્પને બતાવેલ છે.
આના દ્વારા આ ફલિત થયું કે
(૧) પ્રામાણિક વ્યવહારને સામે રાખીને વિકલ્પો કરવામાં આવે તો તે કુતર્ક નથી, પરંતુ ઇષ્ટના સાધક છે; અને સ્વમતિ અનુસાર વિકલ્પો ક૨વામાં આવે તે કુતર્ક છે.
(૨) દૃષ્ટ પદાર્થોમાં પ્રામાણિક અનુભવને અનુરૂપ વિકલ્પો ક૨વામાં આવે તો તે કુતર્ક નથી, પરંતુ ઇષ્ટના સાધક છે; અને દષ્ટ પદાર્થોમાં સ્વમતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org