________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૭
૨૩ જેમ ક્ષણિકવાદી પોતાના ક્ષણિકપણાને સ્થાપન કરવા માટે કહે છે કે “જેમ પાણીનો સ્વભાવ ભીંજવવાનો છે, તેથી ભીંજવે છે', તેમ ‘પદાર્થનો સ્વભાવ ક્ષણિક છે, તેથી અર્થક્રિયા કરે છે.” આમ કહીને પાણીના દૃષ્ટાંતના બળથી ‘પદ્ તદ્ નું યોજન કરીને પદાર્થને એકાંત ક્ષણિક સ્થાપન કરે છે, અને એકાંત ક્ષણિક સ્થાપન કરવા માટેનો “યત્ તદ્' ના યોજનરૂપ આ પૂર્વપક્ષનો કુતર્ક પ્રતીતિ અને ફળ દ્વારા બાધ પામે છે. તે આ રીતે – પ્રતીતિ દ્વારા બાધ્ય કુતર્ક :
દરેક વ્યક્તિને પ્રતીતિ છે કે “જે બાલ્યાવસ્થામાં હું હતો તે જ હું ઉત્તર અવસ્થામાં છું.' આમ છતાં પૂર્વપક્ષી કહે છે કે બાલ્યાવસ્થા યુવાવસ્થારૂપ અર્થક્રિયાને કરે છે, તેનું કારણ પદાર્થમાં રહેલો ક્ષણિક સ્વભાવ છે. તેથી બાલ્યાવસ્થાવાળી વ્યક્તિ નાશ પામે છે અને યુવાવસ્થાવાળી વ્યક્તિ ઉત્પન્ન થાય છે. પૂર્વપક્ષીનું આ વચન પ્રતીતિથી બાધ પામે છે; કેમ કે બાલ્યાવસ્થાવાળી વ્યક્તિ નાશ પામીને યુવાવસ્થાવાળી વ્યક્તિ ઉત્પન્ન થઈ નથી, પણ તે જ છે. ફળ દ્વારા બાળ કુતર્ક :
વળી ફળ દ્વારા પણ પૂર્વપક્ષીનો કુતર્ક બાધ પામે છે. તે આ રીતે --
દરેક દર્શનકાર મોક્ષ માટેનો ઉપદેશ આપે છે, અને મોક્ષ અર્થે ઉપદેશ આપતા હોય ત્યારે ભોગની આસ્થા છોડાવવા માટે “પદાર્થ ક્ષણિક છે, તેમ કહેતા હોય છે, પરંતુ પદાર્થ સર્વથા ક્ષણિક છે' તેમ કહેતા નથી. તેથી આત્મા આત્મારૂપે નિત્ય હોવા છતાં મનુષ્યરૂપે ક્ષણસ્થાયી છે, એમ બતાવીને આત્મહિત માટે ઉપદેશ આપે છે; પરંતુ તેને બદલે આત્માને સર્વથા ક્ષણિક સ્વીકારવામાં આવે તો મોક્ષરૂપ ફળનો બાધ થાય; કેમ કે આત્મા ક્ષણિક હોય તો સાધના કરીને મોક્ષરૂપ ફળ મેળવે છે, તેમ કહી શકાય નહીં; અને મોક્ષરૂપ ફળ સર્વ દર્શનકારો સ્વીકારે છે. તેથી મોક્ષરૂપ ફળ સ્વીકારવાથી એકાંત ક્ષણિકનો બાધ થાય છે. " પ્રતીતિ અને ફળ દ્વારા આ કુતર્ક કેમ બાધ પામે છે ? તેમાં હેતુ આપ્યો કે પ્રકૃત એવા ઉપાદેયાદિથી અતિરિક્ત અપ્રયોજનવાળા એવા વસ્તુઅંશનું વિકલ્પન હોવાને કારણે પ્રતીતિ અને ફલ દ્વારા કુતર્ક બાધ પામે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org