________________
૨૫
કુતર્કગ્રહનિવૃત્તિહાવિંશિકા/શ્લોક-૭-૮ એવો તે દર્શનવાદી, તત્ત્વમાર્ગથી વિમુખ થઈને સ્વદર્શનના રાગથી તર્ક-વિતર્ક જોડ્યા કરે છે. તેને કોઈ સદ્ગુરુ મળે તો તેને સમજાવે કે બુદ્ધ ભગવાને પણ ક્ષણિકવાદ કહીને મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો છે. તેથી જો આત્માને અન્વયવ્યતિરેકરૂપ ન સ્વીકારે અને એકાંત ક્ષણિક સ્વીકારે, તો મોક્ષમાર્ગનો ઉપદેશ આપી શકે નહીં. તેથી ભોગની આસ્થાવાળા જીવોને ભોગની આસ્થા છોડાવવા માટે આ ક્ષણિકવાદનો તેમનો ઉપદેશ છે. માટે અપ્રયોજનવાળા એવા એકાંત ક્ષણિકને સિદ્ધ કરવા માટે વિકલ્પો કરવા ઉચિત નથી; પરંતુ પદાર્થને પ્રામાણિક રીતે વિચારવો જોઈએ કે “બુદ્ધ ભગવાને મોક્ષ અર્થે ઉપદેશ આપ્યો છે, અને પદાર્થ ક્ષણિક છે, તેમ બતાવ્યું છે. તેથી અર્થથી એ પ્રાપ્ત થાય કે આત્મા આત્મારૂપે નિત્ય છે અને મનુષ્યરૂપે અનિત્ય છે. માટે અનિત્ય એવા મનુષ્યભવની અને અનિત્ય એવા ભોગોની આસ્થા છોડીને નિત્ય એવા આત્માના હિત માટે પ્રવૃત્તિ કરવી જોઈએ, તે ક્ષણિકવાદના ઉપદેશનું તાત્પર્ય છે.” તેને છોડીને અન્ય રીતે ક્ષણિકવાદ સ્વીકારીને નિત્યવાદની યુક્તિઓના ખંડનમાં વ્યાપૃત થવું અને તત્ત્વને જોવા માટે યત્ન ન કરવો, તે આત્મહિતાર્થી માટે ઉચિત નથી; પરંતુ મધ્યસ્થતાથી વિચારવું જોઈએ કે સર્વ મુમુક્ષુઓ મોક્ષમાર્ગની વાતો કરે છે. આમ છતાં કોઈક પદાર્થને ક્ષણિક કહે છે, તો કોઈક પદાર્થને નિત્ય કહે છે, તો તે કહેવા પાછળનો તેમનો આશય શું હોઈ શકે ? અને તે આશયને સમજીને શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરવામાં આવે તો તત્ત્વની પ્રાપ્તિ થાય. આ પ્રકારે અવેદ્યસંવેદ્યપદમાં રહેલા છે તે દર્શનવાળા જીવો સ્વદર્શનના રાગથી કુતર્કો કરતા હોય ત્યારે સદ્ગુરુ તેઓને યુક્તિથી પદાર્થ બતાવીને કહે કે કુતર્કમાં અભિનિવેશ રાખવા જેવો નથી, પરંતુ શ્લોક-૩માં બતાવ્યું તેમ શ્રુત, શીલ અને સમાધિમાં અભિનિવેશ રાખવા જેવો છે, જેથી તે તે દર્શનમાં રહેલા કુતર્કના અભિનિવેશવાળા જીવો કુતર્કથી મુકાવાય છે. llણા અવતરણિકા -
શ્લોક-૬માં કુતકનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે અવિઘાથી ઉત્પન્ન થતા વિકલ્પો કુતર્કરૂપ છે. ત્યાં પ્રશ્ન થાય કે આ વિકલ્પ અવિઘાથી ઉત્પન્ન થયો છે અને આ વિકલ્પ અવિદ્યાથી ઉત્પન્ન થયો નથી, તે કેમ નક્કી થાય ? તેથી શ્લોક-૭માં બતાવ્યું કે જે વિકલ્પ બાધ્ય હોય તે અવિઘાથી નિર્મિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org