________________
૨૦
કુતર્કગ્રહનિવૃત્તિહાત્રિશિકા/શ્લોક-૬-૭ સંક્ષેપથી એ અર્થ પ્રાપ્ત થાય કે વિકલ્પો અવિદ્યાનિર્મિત છે અને વિદ્યાનિર્મિત છે. વિદ્યાનિર્મિત વિકલ્પોથી કરાતી વિચારણા સુતર્કરૂપ છે અને અવિદ્યાનિર્મિત વિકલ્પોથી કરાતી વિચારણા કુતર્કરૂપ છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે મોક્ષના અર્થીને અતીન્દ્રિય પદાર્થમાં કુતર્કોથી સર્યું અર્થાત્ મુમુક્ષુએ કુતર્ક કરવા જોઈએ નહીં; કેમ કે કુતર્ક દુષ્ટ કારણથી ઉત્પન્ન થયેલો છે, તેથી સત્કાર્યનો હેતુ નથી.
આશય એ છે કે અવિદ્યારૂપ દુષ્ટ કારણથી કુતર્ક ઉત્પન્ન થયેલો છે, તેથી સમ્યગ્બોધનો હેતુ નથી; અને અતીન્દ્રિય પદાર્થમાં સમ્યગ્બોધ શાસ્ત્રથી થાય છે, તેથી કુતર્ક કર્યા વગર શાસ્ત્ર અનુસાર સમ્યગ્બોધ કરવામાં આવે તો આત્માનું હિત સાધી શકાય; અને મુમુક્ષુ આત્મહિત માટે પ્રવૃત્ત છે, માટે મુમુક્ષુએ કુતર્કનો ત્યાગ કરવો જોઈએ.
અહીં “મુમુક્ષુ” શબ્દથી યોગની ચાર દૃષ્ટિવાળા જીવો ગ્રહણ કરવાના છે. તેમને ઉદ્દેશીને કહે છે કે કુતર્કનો ત્યાગ કરીને શાસ્ત્રાનુસારી પદાર્થ ઉચિત રીતે જોડવામાં આવે તો સમ્યગ્બોધ થાય, અને સમ્યગ્બોધથી સમ્યપ્રવૃત્તિ થાય, તો મુમુક્ષુને ઇષ્ટ એવા મોક્ષફળની પ્રાપ્તિ થાય. માટે મોક્ષફળની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત કુતર્કથી સર્યું. IIકા અવતરણિકા:
પૂર્વશ્લોકમાં કહ્યું કે અવિદ્યાનિર્મિત વિકલ્પના યોજનમય કુતર્ક છે. ત્યાં પ્રશ્ન થાય કે આ વિકલ્પ અવિદ્યાનિર્મિત છે, અને આ વિકલ્પ અવિદ્યાનિર્મિત નથી, તે કેવી રીતે નક્કી થાય ? તેથી અવિદ્યાનિર્મિત વિકલ્પો કેવા હોય ? તે બતાવે છે – શ્લોક :
जातिप्रायश्च बाध्योऽयं प्रकृतान्यविकल्पनात् ।
हस्ती हन्तीतिवचने प्राप्ताप्राप्तविकल्पवत् ।।७।। અન્વયાર્થ:
=અને હર્તા દત્તીતિવચનેહાથી હણે છે એ પ્રકારના વચનમાં પ્રતાપ્રાપ્તવિશ્વવપ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પની જેમ નાતિપ્રાય =જાતિપ્રાય મયંકકુતર્ક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org