________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧-૨ શાસ્ત્રવચનાનુસાર વેદન કરનારું બને, પરંતુ શાસ્ત્રથી અન્ય રીતે પદાર્થનું વેદન કરે નહીં.
આવો નિર્મળ બોધ થાય ત્યારે બીજાના ઉપદેશ વગર કુતર્કરૂપ વિષમ ગ્રહ સ્વતઃ નિવર્તન પામે છે. જેમ યુદ્ધાદિમાં રાજા જિતાયે છતે રાજાના સૈનિકોનો સમુદાય જિતાઈ જાય છે, પરંતુ રાજાને જીત્યા પછી તેના સૈનિકોને જીતવા માટે અન્ય કોઈ યત્ન કરવાનો રહેતો નથી; તેમ અવેદ્યસંવેદ્યપદ જિતાઈ ગયા પછી જીવમાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટે છે. તેથી અવેદ્યસંવેદ્યપદ વગરના જીવો કોઈપણ પદાર્થનો નિર્ણય કરવા માટે સ્વદર્શનના રાગથી વિકલ્પોને પાડીને કુતર્ક કરતા નથી, પરંતુ તત્ત્વને સ્પર્શે તે રીતે મધ્યસ્થ બુદ્ધિથી પદાર્થને સમજવા યત્ન કરે છે, જેથી શાસ્ત્રઅધ્યયન દ્વારા અધિક-અધિક સૂમ પદાર્થોની તેઓને પ્રાપ્તિ થાય છે; જ્યારે અવેદ્યસંવેદ્યપદવાળા જીવો તત્ત્વના અર્થી હોય અને તત્ત્વપ્રાપ્તિ માટે શાસ્ત્રઅધ્યયન કરતા હોય, તોપણ જો ઉપયોગમાં સ્વદર્શનનો રાગાંશ પ્રવૃત્ત થાય તો અવેદ્યસંવેદ્યપદની અસર નીચે સ્વદર્શનના પદાર્થને કુતર્કથી જોવા માટે યત્ન થાય છે, પરંતુ મધ્યસ્થભાવથી તત્ત્વની પ્રાપ્તિ માટેનો યત્ન થતો નથી; પરંતુ જો તેઓ તત્ત્વને અભિમુખ રહીને અને સ્વદર્શનના રાગને વશ થયા વગર તત્ત્વને જોવા માટે યત્ન કરે, તો શાસ્ત્રવચન દ્વારા યથાર્થ તત્ત્વની પ્રાપ્તિ થાય છે, અને સ્વદર્શનના રાગને કારણે જે કંઈ વિપરીત બોધ હતો તે નિવર્તન પામે છે અને વેદસંવેદ્યપદની પ્રાપ્તિ થાય છે. આવા અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે અવેધસંવેદ્યપદ જિતાયે છતે કુતર્ક વિવર્તન પામે છે. તેથી હવે કુતર્કના અર્થો બતાવે છે, જેથી પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો કુતર્કની નિવૃત્તિના અભિલાષી થાય, અને કુતર્કની નિવૃત્તિના ઉપાયભૂત અવેધસંવેદ્યપદને જીતવા માટે યત્ન કરે – શ્લોક -
शमारामानलज्वाला हिमानी ज्ञानपङ्कजे । श्रद्धाशल्यं स्मयोल्लास: कुतर्कः सुनयार्गला ।।२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org