________________
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકાશ્લોક-૨ જ્યારે કુતર્ક પ્રવર્તે છે, ત્યારે તે શમપરિણામ નાશ પામે છે, અને ધીરે ધીરે યોગદૃષ્ટિથી પાત પણ પામે, અને કુતર્ક પ્રત્યે અભિનિવેશ થાય તો જીવ યોગદૃષ્ટિની બહાર પણ નીકળી જાય. (૨) જ્ઞાનપને દિનાની - કુતર્ક જ્ઞાનરૂપી કમળમાં બરફનો સમૂહ છે. પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોને શાસ્ત્રવચનથી યોગમાર્ગનું જ્ઞાન થયું છે, અને તે જ્ઞાન તે જીવની ઉત્તમતાને બતાવે છે, તેથી તે જ્ઞાન કમળ જેવું રમ્ય છે; અને જ્યારે જીવમાં કુતર્ક પ્રવર્તે ત્યારે આ શાસ્ત્રાનુસારી જ્ઞાન પણ વિનાશ પામે છે. તેથી જ્ઞાનરૂપી કમળમાં કુતર્ક બરફનો સમૂહ છે. (૪) શ્રદ્ધાન્ચ :- કુતર્ક શ્રદ્ધામાં શલ્ય છે.
પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોને સાચી શ્રદ્ધાથી યુક્ત બોધ છે; કેમ કે સર્વજ્ઞના વચનમાં તેઓને રુચિ વર્તે છે અને સર્વજ્ઞએ બતાવેલા યોગમાર્ગને તેઓ રુચિપૂર્વક સેવે છે. તે ઉત્તમ શ્રદ્ધામાં જ્યારે કુતર્ક પ્રવેશ પામે છે, ત્યારે શલ્યનું કામ કરે છે અર્થાત્ દેહમાં પ્રવેશેલું શલ્ય દેહનો વિનાશ કરે, તેમ કુતર્ક જીવમાં વર્તતી સાચી શ્રદ્ધાનો વિનાશ કરે છે. (૪) મોન્સાસ :- કુતર્ક અહંકારનો ઉલ્લાસ છે.
જેમ જીવમાં વર્તતો અહંકાર “જે કરું છું તે બરાબર છે' તેવી બુદ્ધિ ઉત્પન્ન કરે છે, તેમ કુતર્કવાદીના માથામાં પોતાને જે પદાર્થ દેખાતો હોય તે બરાબર છે, એવું અભિમાન થાય છે, અને તે રીતે જ સ્થાપન કરવા માટે તે યત્ન કરે છે, પરંતુ આગમવચનના પરમાર્થને જાણવા માટે યત્ન કરતો નથી. તેથી પ્રત્યક્ષથી દેખાતા વિરોધની પણ ઉપેક્ષા કરીને સ્વમતિ અનુસાર પદાર્થને સ્થાપન કરવા યત્ન કરે છે. માટે પોતાનામાં રહેલ અભિમાનનો ઉદ્રક કુતર્ક છે. (૫) સુનયાના:- કુતર્ક સુનય માટે અર્ગલા=ભોગળ છે.
શાસ્ત્રવચન દ્વારા આત્મામાં સુનયનો પ્રવેશ થાય છે, જ્યારે કુતર્ક, જીવમાં તે સુનયના પ્રવેશને અટકાવવા માટે અર્ગળાનું કાર્ય કરે છે અર્થાત્ કુતર્ક સુનયને પ્રવેશ કરવા દેતો નથી.
આશય એ છે કે દરેક નય ઉચિત સ્થાને જોડાયેલ હોય તો તે સુનય બને છે, અને શાસ્ત્રઅભ્યાસથી જીવમાં નયોને ઉચિત સ્થાને જોડવાની પ્રજ્ઞા આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org