________________
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૩
(૨) વળી જેમ અતીન્દ્રિય પદાર્થનો બોધ કરવા માટે આગમ ઉપકારક છે, માટે તેમાં અભિનિવેશ કરવો જોઈએ; તેમ આત્મહિત માટે અત્યંત કારણભૂત એવા શીલમાં પણ મુક્તિવાદીએ અભિનિવેશ કરવો જોઈએ, જેથી મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ કરીને જીવ હિત સાધી શકે.
અહીં શીલનો અર્થ કર્યો કે “પરદ્રોહની વિરતિસ્વરૂપ' શીલ છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે જે સાધુ મન-વચન-કાયાને ભગવાનના વચનાનુસાર સંવૃત કરીને ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તાવે છે, તે સાધુ જગતના જીવમાત્રના દ્રોહથી વિરામ પામેલા એવા શીલવાળા છે; કેમ કે અસંવૃત એવા મન-વચન-કાયાના યોગોથી જગતના જીવોની હિંસા થાય છે, જીવોને પીડા થાય છે, જીવોના કષાયના ઉદ્રકમાં પોતે નિમિત્ત બને છે, જેથી પરના અહિતને અનુકૂળ એવી મન-વચન-કાયાની પ્રવૃત્તિ બને છે. તેનાથી વિરામ પામવું તે શીલ છે, અને આવા શીલમાં અભિનિવેશ રાખવાથી સ્વમતિ પ્રમાણે પ્રવૃત્તિ કરવાનો કુતર્ક ઊઠતો નથી, પરંતુ આત્માને સંવૃતચારી બનાવવાનું કારણ બને છે.
(૩) વળી મોક્ષને ઇચ્છનારા જીવોએ જેમ મોક્ષના ઉપાયભૂત આગમ અને શીલમાં અભિનિવેશ કરવો જોઈએ, તેમ ધ્યાનના ફળભૂત સમાધિમાં અભિનિવેશ કરવો જોઈએ; જેથી સમાધિ નિષ્પન્ન થાય તે રીતે અપ્રમાદભાવે ધ્યાનઅધ્યયનાદિમાં પ્રવૃત્તિ થાય, અને ક્રમે કરીને નિર્લેપદશા પ્રગટે, કે જેથી જીવ વીતરાગ થઈને આ સંસારથી પર એવા મોક્ષરૂપ ફળને પામે.
સંક્ષેપથી પ્રસ્તુત શ્લોકનું તાત્પર્ય એ છે કે અતીન્દ્રિય પદાર્થમાં સ્વમતિ અનુસાર “આ આમ છે” તેવો વિકલ્પ ઊઠે તો તેમાં અભિનિવેશ કરવો જોઈએ નહિ, પરંતુ મોક્ષપ્રાપ્તિના એક ઉપાયભૂત શાસ્ત્ર, શાસ્ત્રાનુસારી ઉચિત ક્રિયારૂપ શીલ, અને ધ્યાનના ફળભૂત એવી નિર્લેપદશારૂપ સમાધિમાં અભિનિવેશ કરવો જોઈએ; જેથી તે ત્રણમાં યત્ન કરવાનું સત્ત્વ ઉલ્લસિત થાય, અને કુતર્કથી આત્માનું રક્ષણ થાય; અને આ રીતે પ્રયત્ન કરવામાં આવે તો જ પ્રથમની ચાર દૃષ્ટિવાળા મહાત્માઓ અવેદ્યસંવેદ્યપદને જીતી શકે.
અહીં શ્લોકમાં કહ્યું કે “મુક્તિને ઇચ્છનારા શુદ્ધ ચિત્તવાળાઓએ કુતર્કમાં અભિનિવેશ કરવો જોઈએ નહીં, પરંતુ શ્રતાદિમાં અભિનિવેશ કરવો જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org