________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૩
.
ટીકા :
તર્જ કૃતિ-શ્રુતે=આમે, શીતે-પરદ્રોવિરતિ ક્ષળે, સમાયો=ધ્યાન
તમૂતે ।।3।।
ટીકાર્થ ઃ
कुतर्क ધ્યાનળમૂતે ।।શ્રુતમાં=આગમમાં, પરદ્રોહવિરતિરૂપ શીલમાં અને ધ્યાનના ફ્ળભૂત સમાધિમાં અભિનિવેશ યુક્ત છે. ।।૩।।
ભાવાર્થ:
.....
અવેધસંવેધપદને જીતવા અર્થે કુતર્કમાં અભિનિવેશનો ત્યાગ કરી શ્રુત, શીલ અને સમાધિમાં અભિનિવેશ આવશ્યક :
શ્લોક-૨માં કુતર્કની અનર્થકારિતા બતાવી. તેથી મોક્ષને ઇચ્છતા શુદ્ધ ચિત્તવાળાઓએ કુતર્કમાં અભિનિવેશ કરવો જોઈએ નહીં અર્થાત્ અતીન્દ્રિય કોઈપણ પદાર્થવિષયક ‘આ આમ છે' તેવો સ્વમતિ અનુસાર વિકલ્પ ઊઠે તેમાં તે પદાર્થવિષયક ‘આ તે પ્રકારે જ છે' એ પ્રકારના ગ્રહણરૂપ વિકલ્પ ક૨વો તે અભિનિવેશ છે; અને આવો અભિનિવેશ મુક્તિને ઇચ્છનારા શુદ્ધ ચિત્તવાળાઓએ કરવો જોઈએ નહીં. તો પ્રશ્ન થાય કે મુક્તિને ઇચ્છનારા શુદ્ધ ચિત્તવાળાઓએ ક્યાં અભિનિવેશ કરવો જોઈએ ? તેથી ગ્રંથકાર કહે છે
(૧) અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરવા માટે આગમમાં અભિનિવેશ કરવો જોઈએ અર્થાત્ સ્વમતિ પ્રમાણે પોતાને આ અતીન્દ્રિય પદાર્થ ‘આમ છે’ તેમ જણાયો હોય, તો તે પદાર્થ ‘તેમ જ છે કે નહીં' તેનો નિર્ણય ક૨વા માટે આગમમાં અભિનિવેશ કરવો જોઈએ, જેથી પોતાને જણાયેલો પદાર્થ જો આગમાનુસારી હોય તો ‘તે આમ છે’ તેમ માનવું ઉચિત ગણાય, અને જો તે આગમાનુસારી ન હોય તો આગમમાં અભિનિવેશ હોવાને કારણે સ્વમતિમાં ઊઠેલા વિકલ્પમાં અભિનિવેશ થાય નહીં, પરંતુ આગમાનુસાર યથાર્થ બોધ થાય. તેથી કુતર્કમાં અભિનિવેશના પરિહાર માટે મુક્તિને ઇચ્છનારા શુદ્ધ ચિત્તવાળાઓએ આગમમાં અભિનિવેશ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org