________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨-૩
તેથી પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો શાસ્ત્રઅભ્યાસ કરીને નયોની માર્ગાનુસારી પ્રજ્ઞાને ખીલવતા હોય છે. આમ છતાં જો પ્રથમની ચાર દ્દષ્ટિવાળા જીવો પણ સ્વમાન્યતા પ્રત્યેના વલણવાળા થઈને કુતર્કનો આશ્રય કરે, તો શાસ્ત્રવચનથી આત્મામાં સુનયની પ્રાપ્તિ થવાની હતી તે પ્રાપ્તિ થતી અટકે છે. તેથી કુતર્ક સુનય માટે અર્ગલા છે. ||શા
અવતરણિકા :
પ્રથમ શ્લોકમાં કહ્યું કે અવેઘસંવેદ્યપદ જિતાયે છતે કુતર્ક સ્વતઃ નિવર્તન પામે છે. ત્યારપછી શ્લોક-૨માં કુતર્કની નિવૃત્તિ કેમ અત્યંત આદરણીય છે, તે બતાવવા અર્થે કુતર્ક કેવો અનર્થકારી છે તે બતાવ્યું. હવે કુતર્કની નિવૃત્તિ માટે અવેઘસંવેદ્યપદની નિવૃત્તિ આવશ્યક છે, અને અવેધસંવેદ્યપદની નિવૃત્તિ માટે વિશિષ્ટ સત્પુરુષોનો સંગ અને આગમ કારણ છે, તેમ પૂર્વની બત્રીશીમાં બતાવેલ. તેથી હવે વિશિષ્ટ પુરુષોનો સંગ અને આગમ અવેધસંવેદ્યપદને ક્યારે જિતાડી શકે ? તે બતાવવા માટે કહે છે
શ્લોક ઃ
कुतर्केऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिमिच्छताम् ।
युक्तः पुनः श्रुते शीले समाधौ शुद्धचेतसाम् ।।३।। અન્વયાર્થ ઃ
તત્તસ્માત્ તે કારણથી=શ્લોક-રમાં બતાવ્યું એ રીતે કુતર્ક અનર્થકારી છે તે કારણથી, મુિિમચ્છતામ્ શુદ્ધચેતસામ્=મુક્તિને ઇચ્છનારા શુદ્ધ ચિત્તવાળાઓને દ્યુત-કુતર્કમાં અમિનિવેશ:=અભિનિવેશ ન યુવતઃ=યુક્ત નથી. પુનઃ=વળી શ્રુતે=શ્રુતમાં શીતે=શીલમાં સમો=સમાધિમાં યુન્ત:= અભિનિવેશ યુક્ત છે. ।।૩।।
શ્લોકાર્થ ઃ
તે કારણથી મુક્તિને ઇચ્છનારા શુદ્ધ ચિત્તવાળાઓને કુતર્કમાં અભિનિવેશ યુક્ત નથી. વળી શ્રુત, શીલ સમાધિમાં અભિનિવેશ યુક્ત છે. II3II
Jain Education International
-M
For Private & Personal Use Only
www.jainelibrary.org