________________
૧૪
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૪-૫ કોઈ શાસ્ત્રો ભણીને વિદ્વાન થયેલા હોય અને બૌદ્ધદર્શનના કે સાંખ્યાદિ દર્શનના તે તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા આત્માદિ તત્ત્વોનો સ્વદર્શન અનુસાર નિર્ણય કરીને નિશ્ચિત વાદ અને પ્રતિવાદ કરતા હોય, અને તેમાં અસિદ્ધ અનેકાંતિકાદિ હેત્વાભાસના નિરાસપૂર્વક પોતપોતાના દર્શનના પ્રસિદ્ધ પદાર્થને સ્થાપન કરતા હોય, તોપણ જો તેઓ સ્વદર્શનમાં અભિનિવેશવાળા હોય તો તત્ત્વને પ્રાપ્ત કરી શકતા નથી.
જેમ ક્ષણિકવાદી પોતાના શાસ્ત્રમાં પ્રસિદ્ધ ક્ષણિક પદાર્થને સ્થાપન કરવા માટે અસિદ્ધ અનેકાંતિક હેત્વાભાસના નિરાસપૂર્વક નિશ્ચિત પોતાનો પક્ષ સ્થાપન કરે, અને પ્રતિવાદી તેની જેમ જ ક્ષણિકવાદના નિરાસ માટે અસિદ્ધ અને અનેકાંતિક હેત્વાભાસના નિરાસપૂર્વક નિશ્ચિત પ્રતિવાદને સ્થાપન કરે, અને આ રીતે બંને દર્શનના મુમુક્ષુ એવા પણ તે વાદી અને પ્રતિવાદી, વાદ અને પ્રતિવાદને કરતા હોય ત્યારે, આત્માદિ તત્ત્વો ક્ષણિક છે કે નિત્ય છે, તેવો કોઈ નિર્ણય તે બંને વાદી અને પ્રતિવાદી કરી શકતા નથી, પરંતુ સ્વસ્વદર્શન પ્રમાણે પોતપોતાના પદાર્થોનું સ્થાપન કરવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે. જેમ તલને પીલનારો બળદ આંખે પાટા બાંધેલા હોવાથી ઇષ્ટ સ્થાનની પ્રાપ્તિમાં પોતે કેટલું પરિભ્રમણ કર્યું, તે જાણતો નથી; તેવી રીતે આ વાદી અને પ્રતિવાદી પોતપોતાના દર્શનના અભિનિવેશવાળા હોવાથી શાસ્ત્રના પરમાર્થને જોવામાં અંધ છે. તેથી વિચિત્ર પ્રકારે પોતપોતાની માન્યતાને સ્થાપન કરતા તેવા આ બંને મુમુક્ષુઓ પણ પ્રતિવાદી દ્વારા કહેવાતા તત્ત્વને પ્રાપ્ત કરી શકતા નથી.
આનાથી એ ફલિત થયું કે સ્વદર્શન પ્રત્યેનો રાગ છોડીને માત્ર તત્ત્વ પ્રત્યેનો રાગ હોય તો તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે. માટે સ્વદર્શનને સ્થાપન કરવા માટે કુતર્કમાં અભિનિવેશ કરવો જોઈએ નહીં, પરંતુ અતીન્દ્રિય પદાર્થને જાણવા માટે શ્રુતમાં, શીલમાં અને સમાધિમાં અભિનિવેશ કરવો જોઈએ. તેથી જે વાદી શ્રત, શીલ અને સમાધિમાં અભિનિવેશ રાખે અને વાદ-પ્રતિવાદ કરતા હોય તત્ત્વને પ્રાપ્ત કરવા માટે તો તેવા વાદી કે પ્રતિવાદીને તત્ત્વની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે --
ક્ષણિકવાદી પોતાના ક્ષણિકવાદને સ્થાપન કરવા માટે યુક્તિઓનો પ્રવાહ વાદમાં ચલાવતો હોય, અને પ્રતિવાદી ‘પદાર્થ ક્ષણિક નથી' તેવી યુક્તિઓનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org