________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૧
3
શબ્દથી વાચ્ય અવેધસંવેદ્યપદ જિતાયે છતે, સ્વતઃ જ=પર ઉપદેશ વિના પોતાના વડે જ, શીઘ્ર કુતર્કવિષમગ્રહ નિવર્તન પામે છે.
કુતર્કવિષમગ્રહ કેવો છે ? તે બતાવે છે
——
કુતર્ક જ વિષમગ્રહ છે=દૃષ્ટ અપાયનું હેતુપણું હોવાને કારણે ક્રૂર ગ્રહ છે. ‘અથવા'થી કુતર્કવિષમગ્રહનો બીજો અર્થ કરે છે ઃ અથવા કુતર્કનો કુટિલ આવેશરૂપ વિષમગ્રહ તે કુતર્કવિષમગ્રહ છે. ।।૧।।
* ‘પશુત્વાવિશનવાજ્યે’ અહીં ‘વિ’ થી સંમૂર્ચ્છિમપણાનું ગ્રહણ કરવું. ભાવાર્થ:અવેધસંવેધપદના જયથી કુતર્કનો જય ઃ
આત્માને જે રીતે વેદન કરવા યોગ્ય નથી, તે રીતે બાહ્ય પદાર્થોનું સંવેદન થાય છે જે પદમાં=જે આશયસ્થાનમાં, તે અવેઘસંવેદ્યપદ છે. આ અવેઘસંવેદ્યપદરૂપ આશયસ્થાન વિપરીત બોધરૂપ છે, અને વિપરીત બોધ મહામિથ્યાત્વનું કારણ છે; કેમ કે વિપરીત બોધ ઉત્તરોત્તર અધિક વિપરીત બોધનું કારણ છે.
વળી આ અવેઘસંવેદ્યપદ પશુત્વાદિ શબ્દથી વાચ્ય છે અર્થાત્ પશુ જેમ વિવેક વગર પ્રવૃત્તિ કરે છે, તેમ અવેઘસંવેદ્યપદવાળા જીવો આત્માના હિતની પ્રવૃત્તિ છોડીને પશુની જેમ અહિતમાં પ્રવૃત્તિ કરે છે.
આ અવેઘસંવેદ્યપદ પ્રથમની ચાર દૃષ્ટિ સુધી કંઈક જીવે છે. તેથી પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોમાં રહેલું અવેઘસંવેદ્યપદ જો દૂર ન કરવામાં આવે તો મહામિથ્યાત્વનું કારણ બને તેવું છે, અને પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો સત્પુરુષોના યોગથી અને આગમના સંબંધથી અવેઘસંવેદ્યપદને જીતવા માટે યત્ન કરે તો તે જિતાય છે. તેથી પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો સ્વદર્શનનો રાગ અને પરદર્શનનો દ્વેષ દૂર કરીને સર્વ દર્શનો પ્રત્યે મધ્યસ્થભાવ રાખે અને તત્ત્વ પ્રત્યેનો રાગ રાખે અને અતત્ત્વનો દ્વેષ રાખે, અને તે રીતે ઉપયુક્ત થઈને તત્ત્વની પ્રાપ્તિ માટે સત્શાસ્ત્રોનું અધ્યયન કરે કે વિશિષ્ટ પુરુષો પાસેથી તત્ત્વ સમજવા પ્રયત્ન કરે, તો પોતાનામાં રહેલ વિપરીત બોધરૂપ અવેઘસંવેદ્યપદ દૂર થાય અને વેદ્યસંવેદ્યપદ પ્રગટે. તેથી જે કંઈ પોતાનું જ્ઞાન છે તે જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org