________________
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/પ્રસ્તાવના
એક યા બીજી રીતે આખી બત્રીશીમાં કુતર્કને છોડવાની હિતશિક્ષા આપી છે; કેમ કે, કુતર્ક ઉપશમરૂપ બગીચાની અગ્નિવાળા છે', જ્ઞાનકમળ માટે હિમ છે', “શ્રદ્ધા માટે શલ્ય છે', સદ્દષ્ટિની અર્ગલા છે. વળી કુતર્ક સ્વદર્શન કે સ્વઅભિપ્રાયનો દૃઢ આગ્રહ કરાવે, તેથી અન્ય પાસેથી તત્ત્વ કે ઉપદેશ સાંભળી ન શકે, તેને તત્ત્વની જિજ્ઞાસાદિ ક્યાંથી પ્રગટે ? તો આત્મવિકાસ પણ ક્યાંથી થાય ? તેથી કુતર્કમાં આગ્રહ ન રાખતાં શ્રત, શીલ અને સમાધિમાં આગ્રહ રાખવો. આ કુતર્કગ્રહનિવૃત્તિ વિષયનું વિશદ વર્ણન યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથના ૨૨૮ શ્લોકો પૈકી લગભગ ૮૮ શ્લોકપર્યત કરેલ છે અર્થાત્ બાકીના ૧૪૦ શ્લોકોમાં ૮ દૃષ્ટિનું નિરૂપણ અને ઉપસંહાર આવી જાય છે, જે આ વિષયના અત્યંત મહત્ત્વને બતાવે છે.
યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી અને યોગમાર્ગમર્મજ્ઞ અને યોગમાર્ગનો મને બોધ કરાવવામાં ધર્મબોધકર સ્વ.પ. પૂ. મોહજિતવિજયજી મહારાજાએ (મોટા પંડિત મહારાજાએ) જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના તથા પ. પૂ. યશોવિજયજી મહારાજ સાહેબના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર યત્ન થતો રહ્યો, અને સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ, જે જૈનશાસનના જ્ઞાનનિધિને પ્રકાશિત કરી રહ્યા છે, તેમના દ્વારા કરાયેલા ગ્રંથોના વિવેચનને લખવાનું કાર્ય કરી સંકલના કરવાની પુણ્ય તક મને પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ સતત મારી પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધિનું કાર્ય કરેલ છે.
આ કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા'ના ગુજરાતી લેખનના પ્રફસંશોધનાદિ કાર્યમાં હૃતોપાસક, શ્રાદ્ધવર્ય શ્રી શાંતિભાઈ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે તથા સાદ્યત પ્રફસંશોધનાદિ કાર્યમાં સા. દૃષ્ટિરત્નાશ્રીનો અને સા. આર્જવરત્નાશ્રીનો સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે.
આ ત્રિશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંપાદનાદિ કાર્યમાં છદ્મસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ” માંગું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org