________________
૨૦
જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ કે
નજર સામે રાખીને વિદ્યાલય દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવાની ભાવના છે. જૈન સાહિત્ય સમારેહની રૂપરેખા :
આ સમારોહના સંજક ઠે. રમણલાલ ચી. શાહે જેના સાહિત્ય સમારેહની ભૂમિકા સમજાવતાં જણાવ્યું હતું કે આ પ્રવૃત્તિને પ્રારંભ સન ૧૯૭૭માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હીરક મહેસવ પ્રસંગે મુંબઈમાં થયું હતું. એ પછી મહુવા, સુરત, નગઢ, માંડવી (કચ્છ), ખંભાત, પાલનપુર અને સમેતશિખર તીર્થ ખાતે આવા સાહિત્ય સમારોહ યોજાયા હતા. વિદ્યાલયના ઉપક્રમે જાતા આ સાહિત્ય સમારોહ માટે કઈ પચારિક માળખું ઘડવામાં આવ્યું નથી. સમારોહનું કે બંધારણ નથી કે તેના સભ્યપદનું કોઈ લવાજમ નથી. આ એક વૈરપણે વિકસતી સાહિત્યિક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિમાં કઈ શિરકાભેદ નથી કે જેન–જેનેતર એવી સામ્પ્રદાયિક સંકુચિતતા પણ નથી. જેના વિષય પર લખનારા જૈન-જૈનેતર લેખકે આમાં ભાગ લઈ શકે છે. આ સમારોહ નિમિરો વિદ્વાને પિતાના નિબંધ તૈયાર કરવા નવા નવા વિષયોને અભ્યાસ કરે છે. અહીં પરસ્પર સંપર્ક વધે છે. વિચાર વિનિમય થાય છે. તેથી જેને સાહિત્ય અને તત્ત્વજ્ઞાનની દિશામાં નવા નવા અભિગમ જન્મે છે. આ આખી પ્રવૃત્તિ વિદ્યાલય, વિદ્વાને અને નિમંત્રક સંસ્થાઓના સહયેગથી ચાલે છે. જેને સાહિત્ય સમારોહનું એક લેય તે જૈન સાહિત્ય માટે અભિરુચિ જાગે અને વધે એવું વાતાવરણું પ્રસરાવવાનું છે. મંગલદીપનું પ્રાગટય :
દીપક પ્રગટાવીને સમારોહનું ઉદ્ધાટન કરતા જાણીતા જેને અગ્રણ્ શ્રી વસનજી લખમશી શાહે જણાવ્યું હતું કે આજના કપરા સમયમાં જેને સંસ્કાર અને કુળને ટકાવી રાખવા હશે તે જીવનમાં સાહિત્યની અભિરુચિ કેળવવી જ પડશે. વિદેશમાં વસતા જેમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org