Book Title: Jain Sahitya Samaroha Guchha 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 287
________________ ૪ - જેન સાહિત્ય સમાર-ગુર હતા. ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભા તરફથી જૈન ધર્મ પ્રકાશ નામનું સામયિક નેવું વર્ષ સુધી સરસ રીતે ચાલ્યું. - અમદાવાદમાં શ્રી ભગુભાઈ હિચંદ કારભારીએ “પ્રજાબંધુ' પત્ર શરૂ કર્યું એ પછી “સમાલોચક” અને ત્યારબાદ ઈ. સ. ૧૯૦૩ની ૧૨મી એપ્રિલે જૈન સમાજનું પ્રથમ સાપ્તાહિક “જેન” પત્ર પ્રસિદ્ધ થયું. પહેલાં આ પત્રને પ્રારંભ અમદાવાદથી થશે અને તે પછીથી તે ભાવનગરમાંથી પ્રગટ થતું રહ્યું. આ પત્રની તંત્રી તરીકે દેવચંદ દામજી કઠલાકર, ગુલાબચંદ દેવચંદ શેઠ અને મહેન્દ્ર ગુલાબચદ શેઠે ઉત્તમ સેવા બજાવી. કમનસીબે આ પત્ર તેની શતાબ્દી ઊજવી ન શાયું. જૈન સમાજનું સૌથી જૂનું સામયિક “આત્માનંદ પ્રકાશ? તેની શતાબ્દી ઊજવવા ભાગ્યશાળી બને તેવું જણાય છે. હાલ આ સામયિકને ૯૧મું વર્ષ ચાલી રહ્યું છે અને તે શ્રી જેન આત્માનંદ સભા – ભાવનગર દ્વારા નિયમિત પ્રગટ થઈ રહ્યું છે. સન ૧૮૫૯થી ૧૯૯૩ના ડિસેમ્બર સુધી જેનોના બધા રિકાના મળીને ૪૫૦થી વધુ જૈન પત્રો પ્રગટ થયા છે. વિશ્વના કોઈ એક સમાજે આટલી મોટી સંખ્યામાં ધાર્મિક કે સામાજિક પત્રો પ્રગટ કર્યા નથી. આ સાડા ચારસોથી વધુ પત્રો ગુજરાતી ઉપરાંત અન્ય આઠ ભાષામાં પ્રગટ થયા છે. ભાષાવાર પત્રો આ પ્રમાણે છે : હિન્દીમાં ૨૭૯, ગુજરાતીમાં ૧૨૬, મરાઠીમાં ૨૪, અંગ્રેજીમાં ૧૧, તમિલમાં ૬, ઉદુમાં ૬, કનડમાં ૫, બંગાળીમાં ૩ અને સંસ્કૃતમાં ૧ એમ કુલ ૪૬૧ પત્રો પ્રગટ થયા છે. આમાં રાજયાનુક્રમ પ્રમાણે ઉત્તરપ્રદેશમાંથી ૮૬, રાજસ્થાનમાંથી ૮૫, મહારાષ્ટ્રમાંથી ૮૦, ગુજ. રાતમાંથી ૬૮, દિહીમાંથી ૫૮, મધ્યપ્રદેશમાંથી ૩૫, પશ્ચિમ બંગાળમાંથી ૨૫, પંજાબ અને હરિયાણામાંથી ૮, તમિલનાડુમાંથી ૭, કર્ણાટકમાંથી ૭, બિહારમાંથી ૬, આંધ્રમાંથી ૪ અને આસામમાંથી ૧ એમ કુલ ૪૬૧ જેનપત્રો પ્રગટ થયા છે. આપણું સૌના સાગ્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295