________________
૧૮૨
જન સાહિત્ય સમારોહ-ગુચ્છ )
આખી કૃતિ વાંચતાં એક થાત્મક કાવ્યકૃતિ તરીકે જે પાંચેક મુદ્દાઓ પરત્વે આપણું લક્ષ દેરાય છે તે મારી દષ્ટિએ આ પ્રમાણે છે:
(૧) આ કૃતિમાં વાર્તાકથન કવિનું ગૌણ પ્રજન રહ્યું છે.
(૨) અહીં કથન કરતાં ભાવનિરૂપણું અને વર્ણન વિશેષ ધ્યાન ખેંચે છે.
(૩) કૃતિના બહિરંગની પણ કવિએ સવિશેષ માવજત કરી છે.
(૪) ચારણું છટાવાળા વિવિધ છંદને કવિએ ખૂબ લાડ લડાવીને એમાંથી ભરપૂર સંગીત ઊભું કર્યું છે.
(૫) કવિનાં પાંડિત્ય અને બહુશ્રુતતા અહીં પ્રગટ થાય છે.
આ પાંચ મુદ્દાઓમાંથી, આપણુ સમક્ષ તો, આ કૃતિમાં થયેલાં ભાવનિરૂપણું અને વર્ણન વિશે, કેટલાંક ઉદાહરણ આપીને, થોડીક વાત કરીશ.
“ગુણરત્નાકર છંદ' કથાત્મક કૃતિ હેઈ અહીં કથાને દેર છે ખરે, પણ ખૂબ જ પાતળો. કથાનકને નિમિત્ત બનાવીને સહજસુંદર કવિત્વની ખરી ઓળા ઉછાળે છે તે તે એનાં અલંકૃત વર્ણને માં. કથા એ કવિનું મુખ્ય પ્રયજન રહ્યું નથી.
પ્રથમ અધિકાર સરસ્વતીદેવીનું મહિમાગાન, સ્થૂલિભદ્ર પ્રશસ્તિ અને પાડલપુર નગરીના વર્ણનમાં સમાપ્ત થાય છે.
બીજા અધિકારમાં સ્થૂલિભદ્રને જન્મોત્સવ, બાળ સ્થૂલિભદ્રને લાલનપાલન સાથે થતો ઉછેર, સ્થૂલિભદ્રની બાલચેષ્ટાઓ, યૌવનમાં એમની સંક્રાંતિ અને પછી યુવાન બનેલા ધૂલિભદ્રને કોશા સાથે ભેગવિલાસ. આમ એક પછી એક આવતાં વર્ણનેના પ્રવાહમાં ભાવક તણુય છે.
ત્રીજા અધિકારમાં આરંભે, સ્થૂલિભદ્રના પિતા શકટાલના રાજખટપટથી થયેલા મૃત્યુને તે કવિ કેવળ સંક્ષત ઉલ્લેખ જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org