________________
તમિળનાં સંત કવયિત્રી અશ્વઈયાર
સ સુજિપણું સાહિલ નારાણું. મનુષ્યના સર્વ સદાચાર સફળ થાય છે.
(ઉત્ત. અ. ૧૦, ગા. ૧૦) બાળસખીઓ અને નાનકડા ગણેશ સાથે હસતાં રમતાં અવઈ મોટી થતી જાય છે.
દસેક વર્ષની અવઈ સહેલીઓ સાથે નાનકડી ગાગર લઈ વિનાયકની સ્તુતિ ગાતાં પાણું ભરવા જાય છે. અવઈ એક ત્રિપુંડધારી ગજરાજને જુએ છે. ગજરાજ આગળ ચાલતું જાય છે. અવૂઈ એની પાછળ પાછળ જાય છે... સહેલીઓ અવઈને છોડી ભાગી જાય છે.
ચાલતાં ચાલતાં ગજરાજ શ્રી ગણેશનાં મંદિરમાં પ્રવેશે છે... અશ્વઈ એને અનુસરે છે. મંદિરમાં વિશાળકાય શ્રી ગણેશની પ્રતિમા છે. પ્રતિમાની નજીક આવતાં જ ગજરાજ શ્રી ગણેશની મૂતિમાં સમાઈ જય છે !
અબ્દુઈ આ ચમત્કારને સંકેત સમજી જાય છે. બે હાથ જોડી, વંદન કરી, સ્તુતિ ગાતાં પ્રિય ગણેશને પ્રાર્થના કરે છે :
“મને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત થાઓ, એવા આશીર્વાદ આપે. હે શ્રી ગણેશ! મારા પૂર્વ જન્મોનાં કર્મોને ક્ષય થાય એવી શક્તિ બાપ. હું જન્મજમાંતરના ભવભ્રમણમાંથી છૂટી અજન્મા બની જાઉં એ કૃપા કરે.. બસ આટલું જ માગું છું.”
પ્રતિમાને વાચા ફૂટે છે. શ્રી ગણેશ કહે છે: “લે કોનાં ઉત્થાનનું કામ કરે, જનસમાજ, ધર્મમય, નીતિમય અને સદાચારી થાય, એવી સમજણ લોકોમાં પ્રગટાવે. સામાન્ય માણસના દુઃખ, અજ્ઞાન, પીડા, દારિદ્રય, મૂઢતા દૂર થાય અને એમનું જીવન સુધરે, સુખ-શાંતિ સ્થપાય એવો પુરુષાર્થ કરો...! એક હળવું સ્મિત કરી શ્રી ગણેશ ચૂપ થઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org