________________
આત્મારામજીનું પૂજાસાહિત્ય
૨૫૯
તેરમા શતકમાં જૂની અપભ્રંશ ભાષામાં કવિએ મહાવીર જન્માજિક કળશની રચના કરી છે. તેમાં ભગવાન મહાવીરના જન્મ મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. સેળમા શતકમાં શ્રાવક કવિ દેપાલે સ્નાત્ર પૂજેની રચના કરી છે. તેમાં વચ્છ ભંડારી કૃત “પાશ્વનાથ કળશ” અને રત્નાકરસૂરિ કૃત “આદિનાથ જન્માભિષેક કળશ'ની રચના મિશ્રિત થયેલી છે. તદુપરાંત સકલચંદ્ર ઉપાધ્યાયજીએ સત્તર ભેદી પૂજાની રચના કરી છે. અઢારમા શતકમાં યશોવિજયજીકૃત નવપદની પૂજ અને દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજાની રચનાઓ ઉપલબ્ધ થાય છે. આ રીતે સમય જતાં ભક્તિ ભાવનાનાં અભિનવ સ્વરૂપે પૂજા સાહિત્યની રચનાઓ વિશેષ રીતે પ્રગટ થઈ.
ઓગણુસમી સદીમાં કવિ પંડિત વીરવિજયજીએ નવાણ પ્રકારી, ચોસઠ પ્રકારી, પંચ કલ્યાણુક, બારવ્રત, પિસ્તાલીશ આગમ, અષ્ટ પ્રકારી પૂજા અને સ્નાત્ર પૂજાની રચનાથી પૂજા સાહિત્યને સમૃદ્ધ કર્યું છે.
પૂજા સાહિત્ય ભક્તિમાર્ગની પરંપરાનું અનુસંધાન કરીને અબાલવૃદ્ધ સૌ કોઈને ભક્તિ કરવા અનન્ય પ્રેરક બન્યું છે. મોક્ષ માર્ગની સાધનામાં જ્ઞાન, ભક્તિ અને કર્મવેગની ઉપાસના અનિવાર્ય માનવામાં આવી છે. તે દૃષ્ટિએ પ્રભુ પ્રત્યેની ભક્તિભાવના પ્રગટ કરીને કમ નિર્જરાની સાથે સમક્તિ શુદ્ધ કરવામાં મહાન ઉપકારક બને છે.
પૂજા સાહિત્યના વિષયોમાં મુખ્યત્વે તીર્થકર ભગવાનનું જીવન, જેન તત્વજ્ઞાનને લગતા મુદ્દાઓ, જૈન તીર્થો અને પ્રતિમા પૂજન વગેરેમાંથી પસંદ કરવામાં આવે છે. કવિ આત્મારામજીએ પૂજા સાહિત્યને સમૃદ્ધ કરવામાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. એમની પૂજા સાહિત્યની રચનાઓમાં સ્નાત્ર પૂજા સં. ૧૯૩૯, સત્તરભેદી પૂજા સં. ૧૯૪૦, વીશ સ્થાનક પૂજા સં. ૧૯૪૩, અષ્ટ પ્રકારી પૂજા અને નવપદની પૂજાને સમાવેશ થાય છે.
પ્રભુની સાકાર ઉપાસના માટે નવધા ભક્તિની પ્રણાલિકા ભારતીય સંસ્કૃતિમાં પ્રચલિત છે. તેમાં પૂજન એટલે મૂર્તિ પૂજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org