________________
જન સાહિત્ય સમારોહ-ગુચ્છ કે
અષ્ટપ્રકારી પૂજ સરળ અને સુગ્રાહ્ય છે. જ્યારે નવપદની પૂજા તત્વજ્ઞાનને સમજવા માટે હાથ કરતાં બુદ્ધિને વધુ સ્પર્શે છે. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કરવામાં માર્ગદર્શક સ્તંભ સમાન નવપદની પૂજા દેવ, ગુરુ, અને ધર્મના સ્વરૂપને (ગેયદેશીઓના પ્રયોગથી જ્ઞાનમાર્ગ તરફ ગતિશીલ થવાની ભક્તિના માધ્યમ દ્વારા અવિનાશપદ પ્રાપ્તિને શાશ્વત માર્ગ દર્શાવે છે. ' વીશ સ્થાનક પૂજા : વીશ સ્થાનક તપની આરાધના ત્રિકરણ શુધે કરવાથી તીર્થંકર નામ કમ ઉપાર્જન થઈ શકે છે. ભગવાન મહાવીરે ૨૫માં નંદન ઋષિના ભવમાં આ તપની આરાધના કરીને તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું હતું. પરિણામે આ તપની પૂર્ણાહુતિ થયા પછી કે કોઈ ધાર્મિક મહોત્સવમાં વીશ સ્થાનક પૂજા ભાવવાહી રીતે ભણાવવામાં આવે છે. ઓગણીસમી સદીમાં મી. સરિ મહારાજે વીશ સ્થાનકની પૂજાની રચના કરી છે. ત્યાર પછી કવિ આત્મારામજીની ઉપરોક્ત વિષય પર રચના થઈ છે.
અષ્ટપ્રકારી પૂજામાં જિન પ્રતિમા કેન્દ્ર સ્થાને છે. વીશ સ્થાનકમાં પણ તેથી આગળ વધીને અહોભાવપૂર્વક પ્રભુની પૂજા કરવામાં આવે છે. એક એક પદ ભક્તિભાવમાં નિમગ્ન કરે તેમ છે. વીશ સ્થાનકના નામ અનુક્રમે, અરિહંત, સિદ્ધ, સુરિ, સ્થવિર, પાઠક સાધુ, જ્ઞાન, દર્શન, વિનય, ચરિત્ર, બ્રહ્મચર્ય", ક્રિયા, તપ, દાન, વૈયાવચ્ચ, સમાધિ, અભિનવજ્ઞાન, શ્રત અને તીર્થ છે.
પ્રત્યેક પદની આરાધના જીવમાંથી શિવ થવા માટે દીવાદાંડી સમાન છે. આત્માના સહજ સ્વરૂપને પામવા માટે આલંબનરૂપ છે. તેમાં પૂર્વ કહેલા નવપદને પણ નિર્દેશ થયેલ છે. વીશ સ્થાનક પૂજા એટલે. નત્રયીની આરાધનાનો સુભગ સમન્વય કરાવતી જ્ઞાન અને ભક્તિના સંગવાળી અપૂવ' કાવ્યરચના છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org