________________
આત્મારામજીનું પૂજાસાહિત્ય
૨૬
કાવ્યમાં જે લાગણું કે ઉમિનું તત્વ જોઈએ તે અહીં એવું છે છતાં અધ્યાત્મવાદ પ્રત્યેની સાચી લગન પ્રગટ કરવામાં સફળતા મેળવી છે. - સત્તરભેદી પૂજા: પૂજાના વિવિધ પ્રકારોમાં સતરભેદી પૂજા પ્રભુ. ભક્તિની વિશેષતાનો પરિચય કરાવે છે. પૂજાના વિષયની વિવિધતામાં નવીન ભાત પાડતી કવિની સત્તરભેદી પૂજાની રચના છે. પૂર્વે સત્તરમા શતકમાં સકલચંદ્ર ઉપાધ્યાયજીએ સત્તરભેદી પૂજાની રચના કરી હતી.
અષ્ટ પ્રકારી પૂજામાં પ્રભુની આઠ પ્રકારે પૂજા કરવામાં આવે છે. ત્યારે અહીં સત્તર પ્રકારે પૂજા કરવામાં આવે છે. એટલે સત્તર ભેદી નામ રાખવામાં આવ્યું છે. તેના નામ અનુક્રમે હવણ, ચંદન, ગંધ, પુષ્પારોહણ, પુષ્પમાળા, આંગીરચના, ચૂર્ણ, વજ, આભરણ, પુtપગૃહ, પુષ્પવષણ, અષ્ટ મંગલ, ધૂપ, ગીત, નાટક, વાજિત્ર એમ સત્તર ભેદ વાળી પરંપરાગત લક્ષણે યુક્ત પૂજ રચી છે.
કવિએ પ્રથમ દુહામાં શ્રાવકો માટે વિધિપૂર્વક પૂજાના ફળને ઉલ્લેખ કરીને બીજા દુહામાં પ્રભુ પૂજાને શાસ્ત્રીય ગ્રંથોને આધાર દર્શાવ્યા છે.
સાતા અંગે દ્રૌપદી, પૂજે શ્રી જિનરાજ રાય પસેણી ઉપાંગમાં, હિત સુખ શિવ પલ કાજ પાસા
જ્ઞાતા ધર્મકથા અગ્યાર અંગ સૂત્રમાં સ્થાન પામ્યું છે. જ્યારે રાય પસણી ઉપાંગ છે. ૪૫ આગમમાં એ બે પ્રથે પૂજા વિશે મૂળભૂત સંદર્ભ પૂરા પાડે છે. પ્રભુ ભક્તિમાં વિશેષ તલ્લીનતા કે ભક્તિ સરીતામાં સ્નાન કરાવનારી આ પૂજાની કેટલીક પંક્તિઓ પૂજા વિષયના વિચારને સ્પષ્ટ કરે છે.
“જિનદર્શન મેહનગારા જિન પાપ કલંક યારા'માં પ્રભુદર્શનને મહિમા છે. એ ફળને ઉલેખ છે. “ચિદાનંદ ધન અંતરજામી, અબ મોહે પાર ઉતારમાં ભક્ત ભગવાનને વિનંતી કરી પિતાને ઉદ્ધાર કરવા પ્રાર્થના કરે છે. આરંભમાં પ્રભુનાં વિશેષણ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org