Book Title: Jain Sahitya Samaroha Guchha 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 283
________________ ૨૭e જેને સાહિત્ય સમારોહ-ગુણ છે મિશ્રણથી અને એ પત્ર નાટક રચના છે અને રાતે મિશ્રણથી અભિષેક કરવામાં આવે છે તે દર્શાવવામાં આવ્યું છે. સ્નાત્રની રચના એક પા નાટકની સમકક્ષ સ્થાન પામે તેવી છે. કવિ આત્મારામજી કૃત પૂજાની રચના છ કાવ્યમાં વિભાજીત થયેલી છે. પ્રથમ ઢાળમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન તીર્થકરોને કુસુમાંજલિ અર્પણ કરવાની વિગત છે. બીજી ઢાળમાં ભગવાન મહાવીર વીશ સ્થાનક તપ કર્યું તેનો ઉલ્લેખ કરી માતાએ ચૌદ સ્વપ્ન જોયાં તેની સૂચિ આપી છે. ત્રીજીમાં છપન દિફ કુમારિકાઓનું જન્મ મહોત્સવમાં આગમન, ચોથીમાં ઇન્દ્ર સુાષા ઘંટને નાદ કરીને બધા દેવને આ મહત્સવમાં પધારવા માટે સૂચન કરે છે. પાંચમીમાં ઉપસ્થિત દેવ-દેવીઓ પ્રભુને અભિષેક કરે છે તેનું વર્ણન છે અને છઠ્ઠીમાં પ્રભુ પૂજા કરીને દેવ-દેવીઓ ઉ૯લાસથી ગીત ગાઈને નૃત્ય દ્વારા ભક્તિભાવ પ્રગટ કરે છે. તે પ્રસંગનું નિરૂપણ છે. કેયલ ટહુકી રહી મધુવનમેં વારિ જાઉં રે કેસરીયા સામરા, ગુણ ગાઉં રે લાગી લગન કહે કેસે ધરે પ્રાણજીવન : દેશીઓને પ્રયોગ કરીને સ્નાત્ર પૂજાને ગેય રચના બનાવી છે. છઠ્ઠી ઢાળમાં કવિની કલ્પના શક્તિ અને કાવ્ય રચનાનું માધુર્ય ને સૌદય આકર્ષક બની રહે છે. નાચત શક શી હેરીભાઈ નાચત શક્ર શક્કી છું છું ઈ ઈ ઈ નન નન ન નાચત શક શકી હરીભાઈ નાચત શક શકી - સ્નાત્રને અંતે કળશની રચના પરંપરાગત રીતે ગુર પરંપરા અને રચના સમય સ્થાનને ઉલ્લેખ કર્યો છે. આભારામજીના પૂજા સાહિત્ય પર વિહંગાવલેકન કરતા એટલું સ્પષ્ટ સમજાય છે કે, કવિએ પૂજાના વિષય, વસ્તુની પસંદગીમાં પ્રતિમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295