________________
આત્મારામજીનુ પૂજાસાહિત્ય
વિન શાહ
શ્રો આત્મારામજી મહારાજ વીસમી સદીના પ્રથમ આચાર્ય ભગવત, શ્રુતજ્ઞાનનાં પ્રખર અભ્યાસી અને જ્ઞાનનાં ભવ્ય વારસાના પ્રસાર માટે જીવનભર પુરુષા` કરીને યથા નામ તથા પુળા :’ નામને ચરિતા કરનાર મહાત્મા હતા. એમના સયમ જીવનનો સાર શ્રુતજ્ઞાનાપાસના અને જિનશાસન પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધા-ભક્તિ છે. આજે સાધુ અને શ્રાવક વર્ષોંમાં જ્ઞાન માર્ગી કઈક ઉપેક્ષિત હાલતમાં છે. ત્યારે એવા મહાપુરુષના જીવનની નાનાપાસનાના વિચાર કરતાં જિનશાસનની પ્રભાવનાના સાચા પ્રતીક સમા ગુરુદેવનું સ્મરણુ પશુ શ્રય ભક્તનેાના હૃદયને નત મસ્તક બનાવી ‘ગુરુ તે તુજ' એમ કહેવા માટેની શુભ ભાવના થાય છે.
જૈન સાધુએએ રત્નત્રૌની આરાધનાની સાથે શ્રાવકશ્રાવિકાને ધર્માભિમુખ કરી ધર્માં પ્રત્યેની અડગ શ્રદ્ધા રહે તે માટે જિનવાણીનું શ્રવણુ કરવાની મહામૂલી પ્રવૃત્તિ આાદરી છે. અભ્યાસ અને ઉપદેશના પરિણામ સ્વરૂપે શાસ્ત્રજ્ઞાનની કઠિન વિગતેને પેાતાની આગવી શૈલીમાં પુસ્તકરૂપે પ્રગટ કરી છે. તે દૃષ્ટિએ વિચારતાં અન્ય મુનિઓની માફક આત્મારામજીએ જૈન સાહિત્યમાં કલમ ચલાવીને જૈનધમ અને તત્ત્વજ્ઞાનના વિષયને સ્પર્શતા અગિયાર જેટલ્લા પુસ્તકાની રચના કરી છે. એક તરફ શાસ્ત્રજ્ઞાનની શુષ્ક વિગતેને ગ્રંથસ્થ કરી તે! એ જ મહાત્માએ સહયતાથી ભાવધ'ની અભિવૃદ્ધિમાં ઉપકારક વૈવિધ્યપૂર્ણ પૂજાની રચના પણ કરી છે. આ પ્રકારની રચના એમના પાંડિત્યની સાથે ભક્ત હૃદયની ભક્તિ ભાવનાને મૂતિ'મ'ત રીતે પ્રગટ કરે છે.
અઢારમી સદીમાં પૂજા સાહિત્યના વિકાસ થયા અને ભક્તિ માગના એક ભાગ રૂપે પૂજા લોકપ્રિય બની. પૂજાસાહિત્યની રચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org