________________
સુક આરસીયા સંવાદ રાસ
૨૫૫
ચોથી ઢાળની ચેથી કડીથી આરંભાયેલ આ ૨૨ કડીના વિવાદાત્મક સંભાષણ બારમી હાલમાં સમાપ્ત થાય છે. તેરમી ઢાળમાં ગણધર દેશનામાં કવિ કાર્ય-કારણ સંબધની વિસ્તૃત ચર્ચા રજૂ કરે છે. ધુમ્ર વહિન ન્યાય સમજાવતાં જ્યાં જ્યાં ધૂમાડો ત્યાં ત્યાં અગ્નિ એ સંબંધ સમજાવે છે. કારણો પાંચ પ્રકારના દર્શાવે છે. જેમાં એક કારણ છે સ્વભાવ કારણ–પાદાન. જેના પરિણામે માતા મરુદેવી સિદ્ધ થયા. તે જ પ્રમાણે સુકડિ અને ઓરસીયે બંને જિનપૂજનાથે પાદાને કારણે છે. બંને મહત્ત્વનાં છે. બંને અનિવાર્ય છે.
પછીની દેશનામાં સ્વાદાવાદ એકાન્તવાદને ભંજક છે. તેમાં સાત નયને સમુદાય જ્ઞાનદષ્ટિ આપનાર છે. આ સાત નયમાં ચાર દ્રવ્યનાય છે. નિગમ સંગ્રહ વ્યવહાર અને જુસૂત્ર તથા ત્રણ પર્યાયનય છે. શબ્દ, રૂઢ અને પર્યાય. મા દરેકના શ્રત પ્રકારભેદે સાતસે નય. થાય. આમ છતાં આ સર્વની સમગ્રપણે વિચારણું કર્યા બાદ એમ તારણ કાઢી શકાય કે સુકડિ સુગંધ સ્વભાવને લીધે પ્રધાન કારણ છે. છતાં પ્રથમ એરસીયા કારણ આવ્યા બાદ જ તે જિનઅંગે ચડે.
- ગણધર દેશાનામાંની આ શાસ્ત્ર સિદ્ધાંતની તથા નયની ચર્ચા કવિએ અત્યંત સરળ રીતે રજૂ કરી છે. ધરગથ્થુ દૃષ્ટાંતિ આપી સચોટતા આણું છેઃ
પંચનવિધિ ક્રિયા વિણ પાક ન ધાનને, બોલ્યા વિણ ઉઠઈ નહી સ્વર કોઈ ગામને; અન્નવલ ઉદ્યમ વિણ નવિ આવઈ મુખઈ, વિણ પુણ્ય કિમ સંપત્તિ ભગવાઈ સુખઈ આમ માની સુડિ વાત' એરસીયાને સીસ નમાવતી ખમાવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org