Book Title: Jain Sahitya Samaroha Guchha 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 254
________________ લજાશ્રાવકજીવનની લક્ષમણરેખા ૨૪૧ તેઓ વેશ્યાની સાથે એકાંત કેટડીમાં પૂરાય છે તે ખરા, પરંતુ પિતાના ભારે.લજજાના સંસ્કારથી દરેક વખતે તેઓ પતનની છેલ્લી પળે બચી જાય છે જુઓ આત્મકથા ભાગ ૧-૭-૨૧, ૨-૬-૧૦૩ અને ૧-૨૧-૭૩ ગુજરાતી ચૌદમી આવૃત્તિ). પિતાના આ પ્રસંગે અંગે ગાંધીજી આવું સંવેદન નેધે છે: હું વેશ્યાના) મકાનમાં પૂરાયે ખરે, પરંતુ જેને ઈશ્વર ઉગારવા ઈચ્છે તે પડવા ઇરછતો છતાં પવિત્ર રહી શકે છે. સંદર્ભ જોતાં આપણે આમાં ઉમેરણ કરી શકીએ કે, ઈશ્વર વ્યક્તિને લજજાનું કવચ પહેરાવીને બચાવી લે છે. વળી ગાંધીજી લખે છે કે-જેમ ન પડવાને પ્રયત્ન કરતો છતાં મનુષ્ય પડે છે એવું આપણે અનુભવીએ છીએ, તેમ જ પડવા ઇરછત તાં અનેક સંજોગોને કારણે (સંદર્ભ કહી શકીએ કે માત્ર લજજા ને કારણે) મનુષ્ય બચી જાય છે એ પણ અનુભવસિદ્ધ વાત છે. લજજાનું બીજુ સ્વરૂપ લેકનિંદાના ભયથી પ્રેરિત હોય છે. લેકો જાણશે તે મારી નિંદા કરશે એ ભયથી શ્રાવકની લજજાતિ ટકી રહીને, તેને નિંદકાર્યમાં જોડાવા નથી દેતી. તેથી આવી વ્યક્તિ કોઈ ન જુએ તેવી સલામતીની ખાત્રીવાળી તક મળે ત્યારે પતનમાંથી બચી શકતી નથી. સામાન્ય રીતે માણસના જીવનમાં લજાના આચારમાં સંસ્કાર અને લેકનિંદાને ભય બન્ને કામ કરતા હોય છે. આપણું પિતાનાં ભૂતકાળને યાદ કરીએ તો એવા પ્રસંગે યાદ આવી શકે કે તેમાં જે લજજા વચ્ચે ન આવી હોત તો પતનમાગે ગમન થયું હોત. એક કૂડી પાણીથી ભરેલી છે. પાણી શાન્ત જણાય છે, પરંતુ કૂડીના દાદાને-પાટિયાને જે કાઢી લેવામાં આવે છે તે જ શાન્ત પાણે કેટલા જોસ અને ખળભળાટથી બહાર ધસી જશે ? છેલા ટીપા સુધી બહાર નીકળી જશે. સંસ્કારી વ્યક્તિરૂપી કૂડીનું પાટિયું પણ લજજા છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295