________________
સુકડિ ઓરસીયા સંવાદ રાસ
૨૫૧
સ્વાભાવિક ચેટ રસાત્મક્તા સધાય છે. વિવાદ કરતાં પૂવપક્ષઉત્તરપક્ષ એકમેકને ઉતારી પાડી, તેમની રજૂઆતને વજુદ વગરની સાબિત કરી પોતાની વાતને સાચી સિદ્ધ કરવાના સક્ષમ પ્રયાસ કરે છે. બંને પક્ષની દલીલેની જોરદાર રજૂઆત આ સંભાષણને રસમય બનાવે છે.
આ દલીલોને તદષ્ટિએ તપાસીએ તે બંને પક્ષે તયાંશ છે જ. સુકડિ પિતાને તરુવર શિરોમણિ અને પરિમલપૂર્ણ તથા ઓર સિયાને હીન, નિણ, જેના સંપર્કમાં આવે તેને ઘસીને ક્ષીણ કરનાર જડ પાષાણુ કહે છે. જેનું અંગ ક્ષતભરપુર છે, જે સંહારક છે, જલમાં જાતે ડૂબી અન્યને પણ ડૂબાડે છે. મૂઢને જેની ઉપમા અપાય છે તેને સંગ ઉચિત નથી. અસમાન સંગનું પરિણામ કાગ. સંગ હંસ જેવું આવે છે. ' એ આરસી ઓથમી રે, નિપુણ નિપટ એ હીલ;
મૂઢ નઈ ઈમ કહઈ માનવી રે, પ્રત્યક્ષ એહ પાષાણુ.
- ઓરસી પિતાને ગિરિવંશ સમર્થ સંત માને છે. ગિરિરાજ શત્રુંજયને વંશજ ગણે છે. ધીર ગંભીર છેષથી કટકી ચંદનતણુંથી ઉદબોધન કરી તેના ગર્વ ખંડનનો પ્રયાસ આરંભે છે. સુખડનું સંસ્કૃત નામ “શ્રીખંડ નપુંસકલિંગ અને વ્યવહારનામ સુકડિ અલિંગ છે. નટની જેમ નામ–જાતિ બદલનાર, સ્ત્રી જાતિ તરીકે માયા–માસાની અધિકતાથી સત્તરમું પાપસ્થાનક ગણનાર સુકડિ વળી તેમાં આવે અહંકાર ! ઉચ્ચતાની વાત તે દૂર રહી. આ તે નીચતાનીય પરાકાષ્ટા ! સુકડિયાને કે સ્ત્રી જાતિના દુર્ગુણો દર્શાવી, અતાગ ત્રીચરિત્ર અને સ્ત્રીઓએ કરેલાં હીન કૃત્યેનાં ઐતિહાસિક દૃષ્ટાંત આપી ઓરસો તેની હીનજાતિ સાબિત કરવા મથે છે. છતાં સ્ત્રી જાતિમાંય અપવાદરૂપ સોળ સતી, જિનમાતાઓ છે જ, તેમ સુગંધગુણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org