________________
૨૪૦
જૈન સાહિત્ય સમારેહ-સુરઇ છે તે પોતે જે કાર્ય કરે છે તે કરવા જેવું તે નથી એમ વ્યક્તિને હદયમાં લાગે છે તો ખરું, પરંતુ આસક્તિવશ કે અન્ય લાચારીથી છેવટે તે કાર્ય તે કરશે, પરંતુ તેમાં બીજાથી છૂપાવીને તે ગુપ્ત રીતે કાર્ય કરશે. આમ છૂપાવવામાં લજજાની-ક૯યાણકારી શિસ્તની ભાવના રહેલી હોય છે, દંભ નહિ. લજજા અને દંભને તફાવત સમજીએ: “અ” માને છે કે બીડી પીવી ખરાબ છે, પરંતુ વ્યસનથી લાચાર છે એટલે જાહેરમાં–ખાસ તો પોતાના વડિલેની નજર સામે તે પીવાનું નહીં રાખતાં, છૂપાવીને પીએ છે. નજર સામે પીતા શરમ આવે છે. વડિલે જાણે પણ છે કે નાને બીડી પીએ છે; નાને પણ જાણે છે કે વડિલોને પોતાની એબની ખબર છે. આમ છતાં આમાં ખાનગીપણું કે લજજા એ કલ્યાણકારી શિસ્ત છે, દંભ નથી. એમાંથી કયારેક વ્યસનમુક્તિ તરફ પ્રગતિ શકય બનશે. દંભનું ઉદાહરણ જોઈએ તે બધુમ્રપાન કરે છે. પોતે ધુમ્રપાનને ખરાબ માનતે નથી, પરંતુ બીડી નહિ પીનારને મળતી પ્રતિષ્ઠા મેળવવા અથવા ધુમ્રપાનથી થતી અપ્રતિષ્ઠાથી બચવા તે કઈ ન જાણે તેમ ખાનગીમાં પીએ છે. તો આ તેને દંભ કહેવાય. “અ” અને “એ બન્નેની ક્રિયામાં ખાનગીપણું છે, પરંતુ “અ”ની ક્રિયામાં લજજા છે, પોતાની લાચારીનું ભાન છે. જ્યારે 'ની ક્રિયામાં પોતે પીવામાં માને છે એટલે લાચારીને પ્રશ્ન નથી, છૂપાવીને પીવામાં અને દંભ છે.
લજજાને વિકાસ કે આચરણ બે પ્રકારે જોવા મળે છે. (૧) વ્યક્તિ પોતાના સંસ્કાર કે અમુક આદર્શવાદને કારણે, પોતાના અંતરાત્મા કે પરમાત્માની સાક્ષીએ જ કોઈ પણ બૂરા કામ કરતાં લજજા અનુભવે છે. આવી લજજા તેને જાહેરમાં કે ખાનગીમાં પણ ખોટા કામથી રોકી લે છે અને એ રીતે શ્રાવક પાપમાં પડતે બચી જાય છે. આવી વ્યક્તિની લજજાવૃત્તિ લોકનિંદાના ભયથી પ્રેરિત નથી હોતી, પરંતુ અંતર્ધાન પ્રેરિત સંસકારથી હોય છે. ઉદાહરણ તરીક-મહાત્મા ગાંધી તેમની ઉગતી યૌવનવયમાં કુસંગથી ત્રણેકવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org