________________
ભરતેશ્વર બાહુબલિરાસરમાંના ચકન-અપશુકન..... ૧૯૧ અને પ્રાસ માટેના અનેક ગ્રંથે કંઠસ્થ કરવાના રહેતા, આવા અનેક ગ્રંથની હસ્તપ્રત આજે ૫ણ ઉપલબ્ધ છે. આવા ગ્રંથે ઉપરાંત કેટલાક સમુચ્ચય પણ કંઠસ્થ કરવાના રહેતા. કર્તા પિતાની રચનામાં આ બધી કંઠસ્થ સામગ્રી યથાસ્થાને સમુચિત રીતે પ્રયોજીને કૃતિનું સર્જન કરે એટલે કોઈ પુરોગામી પડશે અથવા તે અનુકરણ છે એમ પણ ન કહી શકાય. આખી પરંપરામાં હકીકતે આ જ્ઞાનને કારણે બધી સમાનતા પડધાય. મૌલિકતાનો ખ્યાલ અત્યારે છે એ રીતે પહેલાં ન હતા.
અનેક આખ્યાનેમાંના શકુન-અપશુકન તથા વનવર્ણને, નગર વર્ણન અને પાત્રવર્ણનેની સામ્યતાનું આ રીતે અધ્યયન કરવાથી પરંપરાને પરિચય મળી રહે. આપણું પાસે સામગ્રી માટે “રિષ્ટસમુચ્ચય” અને “વર્ણકસમુચ્ચય' જેવા ગ્રંથે છે. એને આધારરૂપે સ્વીકારીને એ ગ્રંથમાંની યાદી કેવી રીતે સતત પરંપરામાં નિરૂપણ પામી એ તપાસનો વિષય બનવો જોઈએ. ભલે ગ્રંથોમાંથી વિગતે નિરપી, પરંતુ એનું એ નિરૂપણ કૃતિના સંદર્ભે કેટલું ઉચિત છે? કૃતિને શ્રય, હૃદયસ્પર્શી અને અર્થપૂર્ણ બનાવવામાં આ નિરૂપણ કે ભાગ ભજવે છે? તે તપાસીને કર્તાની પ્રતિભાનું મૂલ્યાંકન કરવું જોઈએ.
અહીં આખ્યાનપરંપરાને બદલે રાસપરંપરામાંથી પ્રારંભની એક અત્યંત મહત્વની રચના “ભરતેશ્વર બાહુબલિરાસમાંનાં શકુનઅપશુકન અને વર્ણમાં “રિષ્ટસમુચ્ચય” તથા “વર્ણકસમુચ્ચયની સામગ્રી કેવી રીતે નિરૂપણુ પામી છે તેની તપાસ કરવાનો ઉપક્રમ છે. * પ્રારંભમાં મેં અભ્યાસ માટે ખપમાં લીધેલા આ બંને ગ્રંથને કે પરિચય કરાવીને પછી એમાંથી કઈ સામગ્રી રિતેશ્વર બાહુબલિ રાસ’માં કયાં પ્રજાઈ છે એ ટૂંકમાં દર્શાવેલ છે. રિોની (ચકન-અપશકુનની) વિચારોનું સનાતન કાળથી ચાલી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org