________________
સ્વ. મેહનલાલ દલીચંદ દેસાઈનું સાહિત્યકાર્ય
૧૨૯
કાગડાઓને શું શાંતિથી રહેવાને હકક નથી ?', “હવે શું', આપણે કેવા દેખાવું જોઈએ ?', “ઐકય ક્યારે કરીશું ? હમણાં જ, “શું સાધુસંધ ઉત્થાપવા યોગ્ય છે? નહીં જ', “સંધ એટલે શું?” શ્રાવકવગ' વગેરે.
વિચાર રજૂ કરવા માટે મેહનભાઈ કોઈવાર સંવાદના મામનો ઉપયોગ કરે છે. એ બતાવે છે કે એમણે લોકગમ્યતાને વિસારે પાડી નથી. પત્રકાર એવું કરી પણ ન શકે.
મેહનભાઈ વિશિષ્ટ શૈલંકાર નથી, પરંતુ જેની પાસે કશી જ શૈલી ન હોય એવા લેખક પણ નથી. પોતાના હેતુને અનુરૂપ શૈલી એમણે નિપજાવી લીધી છે ને એમાં થોડું વૈવિધ્ય આવવા દીધું છે. ક્યારેક પોતાની રીતની કંઈક સાહિત્યિકતા અને વાગ્મિતાથી એને સજી છે.
મોહનભાઈની વિશિષ્ટ અને વિરલ સાહિત્યિક પ્રતિભાના આ પરિચય પછી એમની ગ્રંથ-લેખ-સૃષ્ટિને પણ પરિચય મેળવીએ. આકર :
મેહનભાઈના ગ્રંથમાં શિરમરરૂપ તે છે એમના બે આકર- જૈન ગૂર્જર કવિઓ” અને “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ.”
જૈન ગૂર્જર કવિઓ' વિક્રમ બારમા શતકથી વીસમા શતક સુધીના જૈન ગુજરાતી સાહિત્યની સૂચિ છે. એમાં મુદ્રિત સાહિત્યની નોંધ લેવામાં આવી છે ખરી, પણ મુખ્ય તો એ હસ્તપ્રત ભંડારોમાં સચવાયેલા જૈન સાહિત્યની સૂચિ છે. મોહનભાઈએ ૧૯૧૧થી આવી યાદી કરવાનું શરૂ કરેલું અને “જૈન ગૂર્જર કવિઓને પહેલે ભાગ ૧૯૨૬માં, બીજો ૧૯૩૧માં અને ત્રીજો ૧૯૪૪માં બહાર પાડવો, તે જોતાં મેહનભાઈને આ જ્ઞાનયજ્ઞ ૩૩ વર્ષ ચાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org