________________
૧૨૮
જન સાહિત્ય સમારોહ -
ગુરુ
થયેલી માહિતી ઉમેરતું વિસ્તૃત શુદ્ધિ અને વૃદ્ધિપત્ર આપ્યું છે તે આપણે ત્યાં સંશોધકોમાં પણ વારંવાર જોવા ન મળતી ચોકસાઈની વૃત્તિનું અને અખંડ જાગરૂક્તાનું એક ઉજજવલ ઉદાહરણ છે. મેહનભાઈની શક્તિ ને સજજતા આમાં કયાંક ઊણી ઉતરી હેય એમ બને પણ એમની વૈજ્ઞાનિકતા અને સત્ય હકીકત માટેના આગ્રહને આંક એ છે આંકવા જે નથી.
મે હનભાઈનાં સર્વ લખાણોમાં આપણને સંસ્કૃતાઢયતા વિન ની શિષ્ટ ગુજરાતી ભાષાને વિનિયોગ જોવા મળે છે. માહિતી કે વિચાર કશાને રજૂ કરવામાં એમને ભાષાની મર્યાદા નડતી નથી. એમણે કરેલા અનુવાદો એટલા સરલ-સહજ હોય છે કે એમની ભાષાક્ષમતાનું એ મેટુ પ્રમાણુ બની રહે છે. વાક્યરચના બહુધા અકિલષ્ટ અને પ્રવાહી હોય છે સમગ્ર લખાણ એક વ્યવસ્થિત આકાર પામે છે. એમના લખાણમાં સઘનતાને સ્થાને પ્રસ્તાર થયેલે કેટલીક વાર અનુભવાય, પણ એથી ફુટતા અને સર્વગમ્યતા આવે છે.
મોહનભાઈમાં હૃદયની નિમલતા છે. જે કહેવાનું હોય તે શાંત ભાવે સ્પષ્ટ અને સીધું એ કહે છે. એથી એમની શૈલીમાં સાદાઈભરી લયગામિતા આવે છે.
મોહનભાઈનાં લખાણે માહિતીલક્ષી ને વિચારલક્ષી હોઈ એમાં શૈલીના રંગને ભાગ્યે જ અવકાશ મળે એવું છે. આમેય સ્વસ્થતા એ મોહનભાઈનું સ્વભાવલક્ષણ છે. આમ છતાં, લખાણે શુષ્કતા અને કર્મશતાને ભેગ બનતાં નથી, પ્રસાદગુણ સદા પ્રવતી રહે છે. અને પ્રસંગે ઉત્સાહ, જેમ તથા ઉષ્માના સ્પર્શ ધરાવતું ગદ્ય પણ આપણને સાંપડે છે.
પિતાના લેખેને માટે મોહનભાઈ અરૂઢ પ્રકારનાં, સચોટ અસર નિપજાવતાં શીર્ષકે જે છે. થોડાં શીર્ષક જુઓ : “તીર્થને સવાલ તે આખી સમાજને સવાલ છે.” “પદે કાઢી નાખે,”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org