________________
૧૪.'
જૈન સાહિત્ય સમારોહ-ગુછ ૩
સમૃદ્ધ કરવામાં આવ્યું છે પરંતુ બીજી કૃતિ સરળ હોઈ એમાં શબ્દાથ આપવાની જરૂર જોઈ નથી.
વાચના તૈયાર કરવામાં “સંભારઈ'નું “સંભારે' જેવા ફેરફાર કરેલા છે તે કૃતિઓના સાંપ્રદાયિક ઉપયોગને લક્ષમાં રાખીને થયું હશે એમ લાગે છે.
પુસ્તકનું પ્રકાશનવર્ષ, સં. ૧૯૭૬ છે પણ “ગિરનાર તીર્થ. માળાને આરંભે મુકાયેલી સંપાદકીય નોંધને અંતે સં. ૧૯૭૮નું વર્ષ છે તેથી એ વહેમ જાય છે કે બીજી કૃતિ પાછળથી જોડવામાં આવી છે, જે કે પૃથ્યાંક સળંગ જ ચાલે છે.
ઉપાધ્યાય થશે વિજયજીના જીવન માટે એક માત્ર પ્રાચીન આધાર કાન્તિવિજયકૃત “સુજસવેલી ભાસ” છે. મહત્ત્વની માહિતી સમાવતી ચાર ઢાળની આ કૃતિનું સંપાદન ત્રણ પ્રત - જેમાંની એક તે ત્રુટક હતી –ને આધારે મેહનભાઈએ કર્યું છે. સાથે કૃતિને ગદ્યા. નુવાદ આપે છે. કૃતિમાંની ઐતિહાસિક માહિતીની પૂતિ, સ્પષ્ટતા કે ચર્ચા કરતાં ટિપણે જોડ્યાં છે પ્રસ્તાવનામાં યશોવિજયજીને આલેચનાત્મક જીવનપરિચય આપે છે. નાનકડું પણ ઘણું મહત્વ પૂર્ણ આ સંપાદન છે.
ગુજરાતી તથા અંગ્રેજી બન્ને ભાષામાં અલગ અલગ પ્રસિદ્ધ થયેલ વિનયવિજયકૃત નાયકર્ણિકા' (સંસ્કૃત)માં કૃતિની વાચના હસ્તપ્રતોને આધારે સંપાદિત કરીને આપી છે કે પ્રચલિત વાચનાને સ્વીકારી લીધી છે એની કોઈ માહિતી નથી. આ બંને પ્રકાશને હેતુ જૈન ન્યાયના આ પ્રારંભિક પુસ્તકને ગુજરાતી તથા અંગ્રેજીમાં ઉતારવા તથા સમજાવવાનું જણાય છે. બન્નેમાં કવિપરિચય, કૃતિને અનુવાદ તથા એમાંના તત્વવિચારને સમજાવતી ભૂમિકા છે. ગુજરાતી પુસ્તક ફતેહચંદ કપૂરચંદ લાલનના સહકારમાં તૈયાર થયેલું છે કે એમાં અનુવાદ લાલનનો છે, જે મેહનભાઈએ સુધાર્યો છે. એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org