________________
એકવીસમી સદી અને જૈનધર્મ
વિચારોને સમન્વય છે બીજી બાજુ અન્ય ધર્મો પ્રતિ આદર છે. સમ્રાટ કુમારપાળ કે વિષ્ણુવર્ધન જેવા રાજાઓએ જૈનમંદિરની સાથોસાથ વિષ્ણુ અને શિવનાં મદિર બંધાવ્યાં. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સેમિનાથના મંદિરમાં શિવ-પ્રાર્થના કરી એટલું જ નહિ, પણ શિવસ્તુતિને એક લેક પણ ર. ભવિષ્યમાં ધર્મના ઉદાર તત્ત્વનો સમન્વય કરવા માટે અનેકાંત દષ્ટિ આધારશિલા બની રહે એમ છે.
જૈનધર્મ મા વિધાતા છે. પી . જડ પર
જૈનધર્મે માનવગૌરવની વાત કરી છે. ભગવાન મહાવીરે કહ્યું, તું જ તારા ભાગ્યવિધાતા છે.” પિતાના સમયની અંધશ્રદ્ધાઓ અને માન્યતાઓ સામે એમણે જેહાદ ચલાવી. જડ પરંપરાને ત્યાગ અને અંધવિશ્વાસનો અનાદર હોય તે જ નિગ્રંથ થવાય. વર્ધમાન એટલે પ્રગતિશીલ. એ પ્રગતિશીલનું પૂર્વગ્રહથી મુક્ત એવું ખુલી કિતાબ જેવું જીવન એ જ નિયનો સાચો અનુયાયી. અને આથી જ જીવનને ધર્મભાવનાની પ્રગભૂમિ બનાવવાનું કહ્યું. મહાવીરની પાસે તે માત્ર પ્રકાશ. આજે ધર્મની આસપાસ લાગેલાં માન્યતા, અંધશ્રદ્ધા અને ચમત્કારોનાં આવરણ દૂર થવા લાગ્યાં છે અને માત્ર પ્રકાશની શોધ અને પ્રાપ્તિના ભાગ તરીકે ધ રહ્યો છે.
કેટલાક ધર્મો વિજ્ઞાનના પડકાર સામે ટકી શક્યા નથી. મહાવીર એક મહાન વૈજ્ઞાનિક હતા. ડો. જગદીશચંદ્ર બોઝે પ્રયોગ કરીને સાબિત કર્યું કે, વનસ્પતિમાં જીવન છે. પાણું પાનારો મળી આવતાં વૃક્ષ હસે છે, અને કઠિયારો આવતાં ધ્રુજે પણ છે ! ભગવાન મહાવીર અને એથીય પહેલાં ભગવાન ઋષભદેવે આ વાત કહી હતી. કોઈ પણ પ્રકારના માઈક્રોસ્કેપ વિના કંદમૂળમાં રહેલા અસંખ્ય જી વિશેનું જ્ઞાન હતું. હકીક્તમાં ધમ પિતે જ વિજ્ઞાન છે. ધર્મ પાસે અનુભૂતિનું સત્ય છે. વિજ્ઞાન પાસે તર્ક અને પ્રયાગનું સત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only For Private are
www.jainelibrary.org