________________
એકવીસમી સદી અને જૈનધર્મ
૧૬૯
જ તેઓ કહે છે કે, હું પૂર્ણજ્ઞાની છું અને તે તમે સ્વીકારે તેમ નહિ, પણ દરેક જીવ સાચી સાધના કરે તો એ પદને પ્રાપ્ત કરી શકે છે એ એમને ઉપદેશ છે. ખુદ ભગવાન મહાવીરે પણ ૨૭ ભવની સાધના અને એ પછી સાડાબાર વર્ષની તપશ્ચર્યા બાદ તીર્થંકર પદની પ્રાપ્તિ કરી હતી.
આવી સત્યપાલનની જાગૃતિ જેના મનમાં હોય તેની શું વાત કરવી ? સત્ય બોલનારને અગ્નિ સળગાવી શકતો નથી કે પાણી ડૂબાડી શકતું નથી. જૈનદર્શને સત્યની વ્યાપક વિચારણા કરી છે
હું કહું છું તે જ સત્ય” એવા આહ, દુરાગ્રહ કે પૂર્વગ્રહમાં વિચાર છે હિંસા સમાયેલી છે. જ્યારે બીજાના કથનમાં પણ સ યને અંશ હોઈ શકે તેવી ઉદાર દષ્ટિ તે અનેકત, કારણ કે સ ય સાક્ષ છે. તમારી નજરનું સત્ય અને તેના પરની તમારી શ્રદ્ધા તેમજ બીજાની નજરનું સત્ય અને તેના તરફની તેની વિચારણા. આમ જીવનની સર્વ દૃષ્ટિને અનેકાંતમાં સમતા છે, સહિષ્ણુતા છે. સમન્વય છે અને સહ-અસ્તિત્વની ભાવના છે. સત્યશોધ માટેના અવિરત પ્રયાસની આ એક સાચી પદ્ધતિ છે. બધી વસ્તુને સાપેક્ષભાવે વિચારવી અને દરેક સ્થિતિમાં રહેલા સત્યના અંશને જ એનું નામ અનેકાંત છે. “મારું જ સાચું' એમ નહિ, પરંતુ “સાચું તે મારુ” એવી ભાવના પ્રગટ થઈ. ભગવાન મહાવીરના જીવનમાં “સાચું તે મારું' બતાવતા અનેક પ્રસંગે મળે છે. એમણે એમના પટધર જ્ઞાની ગૌતમને આનંદ શ્રાવકની ક્ષમા માગવા કહ્યું હતું. ભગવાન મહાવીરના સમયે અનેક વિવાદ ચાલતા હતા. દરેક પોતાની વાત સાચી ઠેરવવા માટે બીજાના વિચારનું ખંડન કરે, બીજાના વિચારના ખંડનને બદલે મંડનની ભાવના ભગવાને બતાવી. એમણે કહ્યું :
તમારી એકાતી બનેલી દષ્ટિને અનેકાન્તી બનાવે. એમ. કરશે તે જ તમારી દષ્ટિને ઢાંકી દેતે સર્વથા” શબ્દને બને
Jain Education International
For PV
For Private & Personal Use Only
www.jainelibrary.org