________________
૧૭૦
જૈન સાહિત્ય સમારોહ-ગુરછ ૩
કદાગ્રહરૂપી પડદે હઠી જશે અને પછી તરત જ તમને શુદ્ધ સત્યનું સ્પષ્ટ અને સુરેખ દર્શન થશે.'
આમ ભગવાન મહાવીરે મત, વાદ વિચારસરણું અને માન્યતા એના માનવીના હૃદયમાં ચાલતા વિવાદયુદ્ધને ખાળવા પ્રયાસ કર્યો. આને માટે એમણે સાત આંધળા હાથીને જે રીતે જુએ છે તેનું દૃષ્ટાંત આપ્યું. આ અનેકાતવાદથી માનવી બીજાની દૃષ્ટિએ વિચારતો થઈ જશે અને આમ થાય તો જગતનાં અર્ધા દુખે ઓછાં થઈ જાય. અનેકાન્ત સમન્વય અને વિરોધ પરિહારને માર્ગ બતાવે છે. વિનોબાજી કહે છે કે અનેકાન્ત દષ્ટિ એ મહાવીરની જગતને વિશિષ્ટ દેન છે.
આઈન્સ્ટાઈને ભૌતિક જગતમાં સાપેક્ષવાદ છે. ભગવાન મહાવીરે ૨૫૦૦ વર્ષ પહેલાં વ્યવહાર જગતને સાપેક્ષવાદ બતાવ્યું. અનેકાંતવાદની ઓળખ આપતાં આચાર્ય જિનભદ્ર કહે છે :
પરસ્પર વિરોધી મંતોમાં વિરોધ ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી એ બધાને સંગત કરીને એક સમપ્ર-પૂર્ણ દશનરૂપે સમન્વય પામે નહીં. વિરોધને આધાર પરસ્પરમાં રહેલા દો કે ન્યૂનતાએ છે.”
અધ્યમગી આનંદઘનજી શ્રી નેમિનિન સીવનને મારંભ “ષટ દરશન જિન અંગ ભણું જે' કહીને દર્શાવે છે કે સાંખ્ય અને
ગ એ જિનભગવાનનાં ચરણ છે. બૌદ્ધ અને મીમાંસક એમના હાથ છે. કાયતિક (નાસ્તિક અથવા બૃહસ્પતિને માનનારા) એમની કૂખ જેવા છે. આ રીતે સર્વ વિચારણુઓના સમન્વયની એક ભૂમિકા અહીં મળે છે, જગત જેમ સાંકડું થતું જાય છે તેમ તેમ ધર્મોનું સહઅસ્તિત્વ સર્જાતું જાય છે ત્યારે જૈન ધર્મની ધર્મો અને દર્શના સહઅસ્તિત્વની ભાવના વિચારવા જેવી છે. એક બાજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org