________________
જૈન સાહિત્ય સમારોહ-મુછ ૩
માધુરં તુ તુ તુ હે મનુષ્ય, મનુષ્ય થવું કઠિન છે.” મનુષ્ય જન્મતો નથી, પણ ભીતરમાંથી મનુષ્યને જગાડવાનું છે. બાળકના જન્મ પછી થતો આ બીજો જન્મ તે મનુષ્યજન્મ. * અમેરિકાના રંગભેદવિરોધી નેતા માટિન લ્યુથર કિંગે એક સ્વપ્ન સેવ્યું. એમણે એક એવા જગતની કલ્પના કરી કે જ્યાં માનવીની પહેચાન ચામડીના રંગથી નહિ પણ ચારિત્ર્યના મૂલ્યથી થતી હોય. 'Not by the colour of the skin, but by the content of his character,' જેનધર્મમાં વર્ણને વિરોધ છે, જાતને વિરોધ છે. જન્મ નહીં પણ કમથી માણસતી ઓળખ મેળવવામાં આવે છે. ૩ કારના જાપથી બ્રાહ્મણ જંગલમાં રહેવાથી મુનિ કે શિરમુંડનથી બમણુ કહેવાય નહી.જેનધમે કહ્યું કેઃ “બ્રહ્મચર્યથી બ્રાહ્મણ,જ્ઞ નથી મુનિ અને સમતાથી બમણું થવાય” એના નમસ્કારમંત્રમાં કોઈ વ્યક્તિને પ્રણામ નથી, પરંતુ તીર્થકર, સિદ્ધ, આચાર્ય જેવા ગુણોના ધારકને પ્રણામ છે. ખુદ ભગવાન મહાવીરે એમ કહ્યું: ‘મારે શરણે નહીં, પણ ધર્મના શરણે આવવાથી મુક્તિ મળશે.” આજે દુનિયા પ્રદૂષણથી ઘેરાઈ છે. વૃક્ષનાં નાશ માનવને દુષ્કાળનો શાપ આપે છે. પ્રાણીઓની અમુક જાતે નષ્ટ થઈ ગઈ છે. ત્યારે જે ધમની જયણાને સંભારવા જેવી છે. જેન શ્રાવકો તિથિએ લીલેરી ખાતા નથી, જેનસાધુના આચારમાં પર્યાવરણની કેટલી બધી ખેવના જેવા મળે છે !
જૈનદર્શનમાં સત્યની અને ખી પ્રતિષ્ઠા છે. એના બીજા મહાવ્રત રૂપે સત્યનું સ્થાન છે. “પ્રશ્ન વ્યાકરણમાં “સત્ય એ જ ભગવાન છે' એમ કહેવામાં આવ્યું છે, જ્યારે “આચારાંગસૂત્રમાં કહ્યું છે : સત્યની આજ્ઞા ઉપર ઊભેલે બુદ્ધિશાળી મૃત્યુને તરી જાય છે.” આ સત્યને અનુભવ માનવીના અંતરમાં થતું હોય છે. મહાવીરનું જીવન જ સ્વયં સાધનાથી પ્રાપ્ત થયેલા અનુભવ પર આધારિત છે. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org