________________
ત્રિશલા માતાનાં સ્વપ્ન
૧૭૫
હતું. ભગવાન મહાવીરને જીવ માતાના ઉંદરમાં આવ્યો ત્યારપછી માતા ત્રિશલાને ચૌદ મહાસ્વને આવ્યાં. તેમણે રાજા સિદ્ધાર્થને તેની વાત કરી. રાજાએ તે વિશે સ્વપાઠકને પૂછ્યું. સ્વપ્ન પાઠકેએ તેનું ફળ સમજાવતાં કહ્યું કે, “તમારે ત્યાં જગતઉદ્ધારક મહાન આત્માને જન્મ થશે.' સ્વખપાઠકએ કરેલી આગાહી પ્રમાણે કુમાર વર્ધમાનનો જન્મ થયે અને તેઓ તીર્થકર ભગવાન મહાવીર થયા.
આ સ્વપ્ન પાછળ માનસશાસ્ત્રીય પ્રક્રિયા કામ કરી રહી છે. સ્વપ્ન સેવવાં” એવો જે રૂઢપ્રયોગ વપરાય છે તેનું કંઈક વિશિષ્ટ પ્રયોજન હોય છે. ભાવિ સંતાન માટે માતા સ્વપ્ન સેવતી હોય છે. માતાના ઉદરમાં ગર્ભ પોષાય છે, તેથી માતાના ચિત્તના સંસ્કારોની અને સેવેલાં સ્વપ્નની અસર ઉદરસ્થ બાળક ઝીલે છે. દરેક માતા પિતાની શક્તિ અને કક્ષા અનુસાર સ્વપ્ન સેવતી હોય છે. આ કાર્ય માત્ર સગર્ભાવસ્થા દરમિયાન જ નહિ, પણું એથી પણ ઘણું વહેલું ચાલુ થઈ જાય છે. એમાં આસપાસની વ્યક્તિએ, વાતાવરણ, સંજોગો અને શિક્ષણ મહત્વને ભાગ ભજવે છે. એટલા માટે જ સ્ત્રીની સગર્ભાવસ્થા દરમિયાન વાંચન, મનન, ચિંતન, ખાનપાન અને ધાર્મિક ક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, બાળક ઉદરમાં હેાય ત્યાં સુધી એને ઘડવું એ મુખ્યત્વે માતાના હાથની વાત છે. જન્મ પછી માતા ઉપરાંત અન્ય વ્યક્તિઓના સંસ્કાર પણ બાળક ઝીલે છે. માતાના આચરણની અસર જેમ ગર્ભમાં રહેલા બાળક પર પડે છે તેમ બાળક પણુ જે ઉત્તમ આત્મા હોય તે માતાના મનમાં ઉત્તમ ભાવ જન્માવે છે અને કુટુંબમાં સુખશાંતિ અને સમૃદ્ધિ વધે છે. ભગવાન મહાવીરને જીવ ત્રિશલા માતાના ઉદરમાં આ એથી કુળમાં સુખશાંતિ અને સમૃદ્ધિ વધ્યાં અને જન્મ પછી પણ વધતા રહ્યાં. તેથી તેમનું નામ વર્ધમાનકુમાર પાડવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org