________________
૧૪૨
જૈન સાહિત્ય સમારોહ-મુછ ૩
કે ઈસપની બધી વાતે બાળકોને કહેવા જેવી નથી એમ જણાવી એ કહેવા જેવી વાતોની યાદી પણ આપે છે! શિક્ષકો માટેના ખાસ ગ્રંથની એ ભલામણ કરે છે. આમ, બાલશિક્ષણ વિશે મેહનભાઈનું વાચન નોંધપાત્ર હોવાનું દેખાઈ આવે છે. આરંભના “નિવેદનમાં પણ જુદી જુદી કક્ષાનાં બાળકોની સમજશક્તિ, ગ્રહણશક્તિ વિશે મોહનભાઈએ વિચાર કર્યો છે તે પણ આપણને એવું દેખાડે છે.
આ શૈક્ષણિક પુસ્તકમાં દર્શન' નામથી મુકાયેલે એક અગ્રલેખ ખાસ ધ્યાન ખેંચે એવો છે. એમાં સ્તવન-સ્વાધ્યાય પ્રકારના સાહિત્ય વિશે કેટલાક સુંદર વિચાર રજૂ થયા છે. મોહનભાઈ સ્તવનોની લોકપ્રિયતાનાં કારણે નાધે છે– જીવનધતા (તત્વજ્ઞાન), વ્યક્તિગત આનંદ-શોકના ઉદ્ગાર, સંગીતધ્વનિ, આંતરિક કિંમત. સ્તવનના ચાર ભેદ બતાવે છે – વાંચાપૂર્વક, ગુણકીર્તનપૂર્વક, સ્વનિંદાપૂર્વક, આત્મસ્વરૂપાનુભવ. હાલનાં સ્તવને વિશે અભિપ્રાય વ્યક્ત કરે છે – “સાહિત્યદષ્ટિએ વિચારતાં કેટલાંક સ્તવને કનિષ્ઠ માસિકમાં પણ આવવા એગ્ય નહીં.” સ્તવનમાં કયા દેવો ન જોઈએ તે દર્શાવે છે. સ્વાધ્યાયના પ્રકાર તથા એની ઉત્પત્તિને ટૂંક ઈતિહાસ આપે છે અને મધ્યકાળના અન્ય સાહિત્યપ્રકાર – રાસે, પૂજ, પદ, ગલી વગેરે – વિશે માહિતી આપે છે.
જેન કાવ્યપ્રવેશ' એ શૈક્ષણિક પુસ્તક, આમ, મેહનભાઈના કેટલાક મહત્ત્વના સાહિત્યવિચારને શિક્ષણવિચારને સંઘરીને બેઠું છે.
જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ' એ જુદા જ પ્રકારનું સંપાદન છે. એમાં આત્માનંદજી વિશેના અને અન્ય ઉપયોગી વિષયો વિશેના લેખો સંગૃહીત થયા છે. લેખે અંગ્રેજી, હિંદી અને ગુજરાતી એમ ત્રણ વિભાગમાં રજૂ થયા છે. મોહનભાઈની સંપાદકીય કામગીરી આ પ્રકારની છે – એમણે વિષયની યાદી સાથે જન-જૈનેતર લેખકોને નિમંત્રણ પાઠવ્યાં છે, એ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org