________________
સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈનું સાહિત્યકાય
૧૨૭
કર્યા વિના થઈ જ ન શકે. આ ગ્રંથમાં મૂકાયેલી ભરપૂર વર્ણન કમિક સૂચિઓ એ વ્યવસ્થાસૂઝનું પરિણામ નથી તો શાનું છે? જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં ફકરાઓને અપાયેલા ક્રમાંક, જેન ગૂજર કવિઓ'માં સમયાનુક્રમે સામગ્રીની રજૂઆત, કર્તાઓને તથા કૃતિઓને ક્રમાંક આપવાની પદ્ધતિ, વર્ણનુક્રમણીમાં કર્તાકૃતિક્રમાંક તથા પૃષ્ઠક બને દર્શાવવાની અપનાવાયેલ રીત - આ બધું વ્યવસ્થાની ઝીણું સૂઝ ધરાવતો, વ્યવસ્થા માટે આગ્રહી માણસ જ કરી શકે. આમ છતાં આ આકરગ્રંથોમાં કેટલીક બાબતમાં વ્યવસ્થા તૂટી હોય તે તેનું કારણ સામગ્રીની પ્રચુરતા છે. સાવ એકલે હાથે આ કામો કરવાનાં થયાં છે તે છે અને જૈન ગૂર્જર કવિઓનું કામ તો વર્ષો સુધી ખેંચાયું તે છે. મેહનભાઈનો એ પ્રકૃતિદોષ નથી.
સ મફત્વના સડસઠ બોલની સઝાય” કે “જેન કાવ્યપ્રવેશ' જેવાં આરંભકાળનાં બાલબોધત્મક પુસ્તકોમાંયે વિષયાનુરૂપ ખંડે, વિષયશીર્ષક, સમજૂતી સાથે અનુવાદ, વિશેષ અર્થ, ટાટમાં પૂતિ કે ચર્ચા – કેવી સુગમ, સ્વચ્છ, સહાયકારક થાય એવી અનેક સ્તરની વ્યવસ્થા મોહનભાઈએ નિપજાવી છે! વિવેકાનંદના પત્રોને મોહન. ભાઈએ અનુવાદ કર્યો ત્યારે મૂળ અંગ્રેજી પુસ્તકમાં તે પત્રો જે ક્રમમાં પ્રાપ્ત થયેલા એ ક્રમમાં મુકાયા હતાં; મોહનભાઈ સમયના ક્રમમાં – તારીખના ક્રમમાં અને સમય ન હોય ત્યાં સંબંધ જોઈ એ પત્રોને ગોઠવે છે – વિવેકાનંદના માનસિક જીવનને સમજવામાં મદદ મળે એ હેતુથી. આમ અવ્યવસ્થા નહી, વ્યવસ્થા જ મેહનભાઈને સ્વભાવ છે. જેમાં વ્યવસ્થા ન હોય ત્યાં એ વ્યવસ્થા નિપજાવે છે અને અનેક નવી વ્યવસ્થા કપે છે.
મોહનભાઈ જેન ગૂર્જર કવિઓમાં આગળ આવી ગયેલા સામગ્રીની શુહિકૃદ્ધિ સતત કરતા રહ્યા છે ને જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં માત્ર ભૂલ સુધારતું જ નહીં પણ નવી પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org