________________
૩૪
જેને સાહિત્ય સમારોહ-ગુચ૭ ૩
આ ગ્રંથ પાછળ મેહનભાઈને સાતેક વર્ષને અથાગ પરિશ્રમ પડેલો છે. મુનશીએ ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઈતિહાસની યોજના કરી તેમાં મધ્યકાળના જે સાહિત્ય વિશે એક પ્રકરણ લખવાનું મેહનભાઈને સોંપવામાં આવ્યું અને કેટલીક ચર્ચાવિચારણા પછી એમણે ૧૯૨૬ના આરંભમાં આ પ્રકરણ લખવું આરંવ્યું. “જૈને અને તેમનું સાહિત્ય” એ નામના આ લેખમાં મેહનભાઈને પૃષ્ઠમર્યાદાને કારણે ઘણું સંકડાશ અનુભવવી પડી – મધ્યકાલીન સાહિત્યને વારો આવે તે પહેલાં જ પ૬ પાનાં થઈ ગયાં અને જેને માટે લખવાનું હતું તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ગૌણ કરી નાખવું પડ્યું. માત્ર નામનિર્દેશથી ચલાવવું પડયું ને શતકવાર જૈન કવિઓનાં કાવ્યોના નમૂનાઓ તૈયાર કરેલા તે બાદ કરવા પડયા. આમ છતાં મધ્યકાળનો સાહિત્યપ્રવાહ' એ ગ્રંથમાં મુકાયેલા આ લેખે ઘણુ વિદ્વાનેનું સારું ધ્યાન ખેંચેલું.
આ પછી મોહનભાઈએ આ લેખ એના યોગ્ય સ્વરૂપમાં જૈન ગૂર્જર કવિઓ'ના બીજા ભાગની પ્રસ્તાવના તરીકે મૂકવાનું વિચાર્યું. દરમિયાન એમાં આગમસાહિત્યને ઈતિહાસ ઉમેરવાનું સૂચન આવ્યું. ૧૯૨૮માં ભારે પરિશ્રમપૂર્વક એ ભાગ તૈયાર કરી પ્રેસમાં પણ સામગ્રી મોકલવા માંડી. “જૈન ગૂર્જર કવિઓને ભાગ બીજે છપાઈ રહ્યો હતો તેનું પ્રકાશન અટકાવ્યું. પરંતુ ૧૯૩૦ સુધીમાં આ લેખમાં હીરવિજયસૂરિ સુધી પહોંચતાં જ ૫૬૦ પાનાં થઈ જવાથી એનો જુદો ગ્રંથ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું, જે ૧૯૩૩માં પ્રકાશિત થયું. વચ્ચે બાળપુત્રે લગાડેલી નાનકડી આગમાં ઘણી ન બળી ગઈ હતી તે ફરીને તૈયાર કરવી પડી હતી.
મોહનભાઈએ પોતે સ્પષ્ટતા કરી છે કે આ ગ્રંથને એક સંગ્રહગ્રંથ એટલે કે સમયાનુક્રમમાં કૃતિઓ, કર્તા વગેરેના કેશ તરીકે પ્રકટ કરવાની મર્યાદા સ્વીકારવી પડી છે. એ સ્વરૂપને લક્ષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org